નવસારી : ગણદેવી અને બીલીમોરાને જોડતા માર્ગ પર વેંગણિયા નદી પર પાલિકા દ્વારા પુલનું નિર્માણ કાર્ય આરંભાયું છે. પરંતુ આગળ રેલ્વે ગરનાળાની સ્થિતિ ન બદલાતા ચોમાસામાં પૂર (Venganiya overflow Problem) વખતે લોકોને રાહત કેવી રીતે મળશે તેનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જોકે (Gandevi Demand of Railway Overbridge) પાલિકાએ પશ્ચિમ રેલવેેમાં રજૂઆત કરી ગરનાળાની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવાની આશા વ્યક્ત કરી છે.
ચોમાસામાં પુરની સ્થિતિ બનતા 250 પરિવારો થાય છે સંપર્કવિહોણા
ગણદેવીને બીલીમોરા સાથે જોડતા માર્ગ પર વેંગણિયા ખાડી અને નેરોગેજ ટ્રેનનું ગરનાળુ આવે છે. વર્ષો દરમિયાન વેંગણિયા અને રેલ્વે ગરનાળાની બંને તરફ રસ્તાઓ બનતા રહ્યાં, પણ ચોમાસામાં વેંગણિયામાં (Venganiya overflow Problem ) પાણીની આવક વધતા જ દુબાણમાં જતો બંધારો અને રેલવે ગરનાળામાં 5 ફુટ સુધી પાણીના ભરાવાને કારણે 250 પરિવારોનો કલાકો અથવા થોડા દિવસો માટે ગણદેવી અને બીલીમોરાથી સંપર્ક તૂટી જાય છે. ઈમરજન્સી સમયે ગળા સુધીના પાણીમાં લોકોએ જીવના જોખમે બહાર નીકળવું પડે છે. ત્યારે પાલિકાની વર્ષોની વેંગણિયા નદી પર પુલની માંગણી સંતોષાઈ અને પુલનું નિર્માણકાર્ય આરંભાયું છે. પરંતુ આગળ નેરોગેજ રેલ્વેના ગરનાળા પર ઓવર બ્રિજ કે ગરનાળાની સ્થિતિમાં બદલાવ આવે એવી કોઈ વ્યવસ્થા થઈ નથી. જેથી ચોમાસામાં પુરની સ્થિતિમાં કોઈ રાહત થાય એવું દેખાતું નથી. જેથી પાલિકાએ પ્રથમ રેલવેે ગરનાળા પર ઓવર બ્રિજ કે (Gandevi Demand of Railway Overbridge) અન્ય વ્યવસ્થા ઉભી કરવાનું વિચારવુ રહ્યું.
આ પણ વાંચોઃ Space for ST Depot : નવસારીના ગણદેવીમાં જૂની મામલતદાર કચેરીની જગ્યાએ એસટી ડેપો બનાવવા રજૂઆત