ગુજરાત

gujarat

ETV Bharat / state

ફળોનો રાજા કેરીનો પાક 30 ટકા જ રહેવાની સંભાવના, બજાર ન મળે તો ખેડૂતે મોટુ નુકશાન વેઠવાનો વારો

લોકડાઉનને કારણે ખડૂતોને કેરીનો પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે. કેરીનું ઉત્પાદન કરવાથી લઈ તેને માર્કેટ સુધી પહોંચાડવા સુધી અનેક સમસ્યાઓ ઉભી થઈ રહી છે.

ખેડૂતોને નુકસાન
ખેડૂતોને નુકસાન

By

Published : Apr 29, 2020, 11:59 PM IST

Updated : Apr 30, 2020, 4:58 PM IST

નવસારી: ફળોના રાજા કેરીની મીઠાશ આ વર્ષે ખેડૂતો અને આંબાવાડી રાખનારા વેપારીઓ માટે ખાટી સાબિત થાય એવી સ્થિતિ બની છે. બદલાતા મોસમમાંથી જેમ તેમ પાકને બચાવી સારી આવકની આશા સેવી રહેલા ખેડૂતની સ્થિતિ કોરોનાને કારણે વિકટ બની છે. જ્યા ખેડૂતો અંદાજે 30 ટકા જ પાક ઉતરવાનુ અનુમાન કરી રહ્યા છે, ત્યાં પાક ઉતારવા માટે મજૂરો મળવા પણ મુશ્કેલ બન્યા છે. સાથે જ કેરીને યોગ્ય બજાર ન મળે, તો ખેડૂતોને મોટુ આર્થિક નુકશાન વેઠવાની નોબત આવશે. જેથી અંદાજે 25 દિવસની જ કેરીની સીઝનમાં આંતર જિલ્લા અને આંતર રાજ્યમાં કેરી પહોંચાડવા સરકાર યોગ્ય ગાઈડ લાઈન જાહેર કરે એવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.

ખેડૂતે મોટુ નુકશાન વેઠવાનો વારો

કેરીના પાકમાં નુકસાની

નવસારી જિલ્લાની કેસર અને હાફૂસ કેરી દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. નવસારીમાંથી કેરી વિદેશોમાં પણ એકસપોર્ટ કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે મોડે સુધી રહેલા ચોમાસાને કારણે આંબા પર ફલાવરીંગ મોડુ થયુ, ત્યારબાદ શિયાળામાં ઠંડી-ગરમી બે મોસમ તેમજ ઝાંકળને કારણે આંબા પર આવેલી પુષ્કળ આમ્ર મંજરીમાં સુકારો, ભૂકી છારાનો રોગ અને ફૂગ લાગવાને કારણે મોર ખરી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જોકે દવાનો છંટકાવ કરીને કેરીનો પાક બચાવવાનો પ્રયાસ કરાયો હતો. તો બીજી તરફ કોરોનાને કારણે જાહેર થયેલા લોકડાઉનમાં ચીકુનો પાક ઝાડ પર જ પાકી જવાને કારણે ફળ માખીનો ઉપદ્રવ વધ્યો છે, જેને કારણે કેરીમાં પણ નુકશાની જોવા મળી રહી છે.

ખેડૂતોને નુકસાન
ખેડૂતોને નુકસાન

લોકડાઉનની અસર

આ સાથે જ લોકડાઉનમાં મજૂરો પણ ન મળવાથી આ વર્ષે અંદાજીત 30 ટકા જ પાક રહે અને કેરીની સીઝન પણ ફક્ત 20 થી 25 દિવસ રહેવાનું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે. લોકડાઉનમાં કેરીને બજાર સુધી પહોંચાડવા ટ્રાન્સપોર્ટની પણ સમસ્યા ઉભી થવાની સંભાવનાને કારણે ખેડૂતને મોટુ આર્થિક નુકશાન વેઠવાનો વારો આવે એવો ડર પણ ખેડૂતોને સતાવી રહ્યો છે.

ખેડૂતોને નુકસાન
ખેડૂતોને નુકસાન
છેલ્લા થોડા વર્ષોથી નવસારી જિલ્લામાં મોસમની માર અને મજૂરોની અછતથી કંટાળેલા આંબાવાડી ધરાવતા ખેડૂતો પોતાની વાડી વેપારીઓને ભાડે આપતા થયા છે. જ્યારે વાડી રાખતા વેપારીઓ ઓછા રોકાણે મોટો વેપાર રળવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ આ વર્ષે સતત બદલાતા વાતાવરણને પગલે કેરીમાં રોગ જોવા મળ્યો અને જેનાથી પાક ઓછો ઉતરવાની ચિંતા વધી છે, ત્યાં કોરોના સામેના લોકડાઉનને કારણે કાયમી ગ્રાહકો જે વાડીએ આવીને જથ્થામાં કેરી લેતા હતા, તે પણ આવતા બંધ થયા છે.
ખેડૂતોને નુકસાન
ખેડૂતોને નુકસાન
ખેડૂતોને નુકસાન
ફળોના રાજા કેરીની સીઝન આ વર્ષે મહિનાથી પણ ઓછી રહેવાની ચિંતા ખેડૂતોને છે. જેમાં પણ ખેડૂતોએ પાક ઉતારવા માટે સ્થાનિક મજૂરો પર આધાર રાખવો પડશે. આ સાથે જ લોકડાઉનમાં કેરીને સ્થાનિક બજાર સાથે જ આંતર રાજ્ય અને આંતર જિલ્લાના બજારો પણ મળી રહે એ માટે સરકાર યોગ્ય ગાઈડ લાઈન જાહેર કરવા સાથે જ ટ્રાન્સપોરર્ટેશનની વ્યવસ્થા કરે એવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.
ખેડૂતોને નુકસાન
ખેડૂતોને નુકસાન
Last Updated : Apr 30, 2020, 4:58 PM IST

ABOUT THE AUTHOR

...view details