ગુજરાત

gujarat

ETV Bharat / state

મ્યુઝિકના તાલે ગણદેવીના કસ્બાવાડીનાં ફાર્મ હાઉસમાં મહેફિલ માણતા 14 સુરતીઓ ઝડપાયા - ફાર્મ હાઉસમાં મહેફિલ માણતા ઝડપાયા

કોરોના મહામારીમાં સુરતમાં સતત કેસો વધી રહ્યા છે. જેમાં નવસારી જિલ્લામાં પણ સુરતથી સંક્રમણ વધી રહ્યુ છે, ત્યારે નવસારીના ગણદેવીના કસ્બા વાડી નજીક આવેલા ફાર્મ હાઉસમાં મ્યુઝિકના તાલે દારૂની મહેફિલ માણી રહેલા 14 સુરતી લાલાઓને ગણદેવી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યા હતાં.

ફાર્મ હાઉસમાં મહેફિલ માણતા 14 સુરતીઓ ઝડપાયા
ફાર્મ હાઉસમાં મહેફિલ માણતા 14 સુરતીઓ ઝડપાયા

By

Published : Jul 10, 2020, 3:48 PM IST

નવસારી : અમદાવાદ બાદ સુરતમાં કોરોના બોમ્બ ફાટ્યો છે. સુરતમાં વધતા કેસને કારણે નવસારીથી સુરત આવન-જાવન કરતા નોકરીયાતોમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે અને નવસારીમાં કોરોના બે સદી ફટકારી ચુક્યો છે, ત્યારે નવસારી જિલ્લાના ગામડાઓમાં આવેલા સુરતીઓના ફાર્મ હાઉસમાં સુરતી નબીરાઓ આવીને દારૂની મહેફિલ માણતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેમાં ગુરુવારે રાતે ગણદેવીના કસ્બાવાડીમાં આવેલા સુરતના ભાઠા ભાટપોરના મંજુલા પટેલના ફાર્મ હાઉસ પર કેટલાક લોકો મ્યુઝિકનાં તાલે દારૂની મહેફિલ માણતા હોવાની બાતમીના આધારે ગણદેવી પોલીસે છાપો માર્યો હતો.

ફાર્મ હાઉસમાં મહેફિલ માણતા 14 સુરતીઓ ઝડપાયા
નબીરાઓની કાર

જેમાં પોલીસે તપાસ હાથ ધરતા ઘટના સ્થળેથી પોલીસે સુરતના સચિનના તલંગપુર ગામ, ઉધનાના પટેલ નગર, સચિનના જીઆવ ગામ, દિપલી ગામ મળી કુલ 14 નબીરાઓને મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામની ધરપકડ કરી તેમનો કોરોના રીપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે. જયારે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 4 કાર મળીને 12.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગણદેવી પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા નબીરાઓ
ઝડપાયેલા નબીરાઓ

ABOUT THE AUTHOR

...view details