ગુજરાત

gujarat

ETV Bharat / state

ગણદેવીના માજી ધારાસભ્ય લક્ષ્મણ પટેલનું કોરોનામાં અવસાન - Feeling of grief in BJP

નવસારીના ગણદેવીના માજી ધારાસભ્ય અને ભાજપના માજી મહામંત્રી લક્ષ્મણ પટેલનું કોરોનાને કારણે અવસાન થયું હતું. છેલ્લા કેટલાક સમયથી તેઓ કોરોનાથી પીડાઈ રહ્યા હતા. લક્ષ્મણ પટેલના મૃત્યુથી ભાજપમાં શોકની લાગણી પ્રસરી હતી.

navsari
ગણદેવીના માજી ધારાસભ્ય લક્ષ્મણ પટેલનું કોરોનામાં અવસાન

By

Published : Apr 10, 2021, 5:22 PM IST

  • ગણદેવીના માજી ધારાસભ્ય લક્ષમણ પટેલનુ અવસાન
  • લક્ષ્મણ પટેલ થયા હતા કોરોના સંક્રમિત
  • 70 વર્ષની ઉંમરે થયું અવસાન

નવસારી : ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર્તા, ગણદેવી વિધાનસભાના માજી ધારાસભ્ય અને નવસારી જિલ્લા ભાજપના માજી મહામંત્રી લક્ષમણ પટેલનુ અવસાન થયું છે .છેલ્લા અઠવાડિયાથી કોરોનાની સારવાર હેઠળ રહેલા લક્ષ્મણભાઈએ શુક્રવારે સાંજે પોણા 6 વાગ્યે નવસારી સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પૂર્વ ધારાસભ્યના અવસાનથી પરિવાર સાથે જિલ્લા ભાજપમાં પણ શોકની લાગણી ફેલાઇ છે.

આ પણ વાંચો : કોરોના સંક્રમણ વધતા બારડોલી અને માંડવીમાં કોવિડ કેર સેન્ટર પુનઃ કાર્યરત


ભાજપના કર્મઠ કાર્યકરના અવસાનથી ભાજપીઓમાં શોકની લાગણી

ગણદેવીના ધારાસભ્યના પીએથી રાજકારણમાં પ્રવેશેલા લક્ષ્મણભાઇ પટેલ વર્ષ 2007 થી 2012 સુધી ગણદેવીના ધારાસભ્ય રહ્યા હતા. આ સમય દરમિયાન ગણદેવી વિધાનસભાના વિકાસ માટે એઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે પણ તેમણે એક કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તા તરીકે કાર્ય કરી અલગ લોક ચાહના મેળવી હતી.

કોરોના સંક્રમિત થયા હતા લક્ષ્મણ પટેલ

અઠવાડિયા અગાઉ લક્ષ્મણભાઇ કોરોના સંક્રમિત થયા હતા અને તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેઓ કોમોર્બીડ સિચવેશનમાં પણ હતા, વર્ષ 2002 માં તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જ્યારે હાઇપર ટેંશન અને સુગરની બીમારીઓ પણ હતી. જેઓ અઠવાડિયાથી કોરોના સામે લડાઈ લડી રહ્યા હતા, પરંતુ આજે કોરોના જીત્યો અને માજી ધારાસભ્ય લક્ષ્મણ પટેલ હારી ગયા હતા. લક્ષ્મણ પટેલએ નવસારી સિવિલ હોસ્પિટલમાં સાંજે 5:45 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો : કોરોના બેકાબૂ થતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અધિકારીઓ સાથે યોજી બેઠક

70 વર્ષની ઉંમરે નિધન

લક્ષ્મણ પટેલ પુરી નિષ્ઠા સાથે પોતાનું જીવન જીવ્યા, લોકપ્રશ્નો માટે સારી મહેનત કરી, અંતે આશરે 70 વર્ષની ઉંમરે દેવલોક થતા એમના પરિવાર અને સમર્થકોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. ગણદેવીના માજી ધારાસભ્ય અને ભાજપના કર્મઠ કાર્યકર લક્ષ્મણ પટેલના કોરોનાની ગાઈડલાઈન અનુસાર મર્યાદિત લોકોની હાજરીમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details