ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં CAAને પગલે પોલીસ પેટ્રોલિંગ હાથ ધરાયું - Navsari Latest News

નવસારીઃ CAAને લઈને સમગ્ર દેશ અને ગુજરાતનો માહોલ બગડી રહ્યો છે, ત્યારે નવસારી જિલ્લાની શાંતિ સલામતીને ધ્યાને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સહીત અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

navsari
નવસારી જિલ્લાની શાંતિ સલામતીને પગલે પોલીસ બંદોબસ્ત સહીત અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું

By

Published : Dec 21, 2019, 8:14 PM IST

જેમાં નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તેમજ હાઇવે પર પણ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે સમાજના વિવિધ આગેવાનો સાથે બેઠક પણ યોજાઈ હતી. તો પોલીસ દ્વારા અફવાઓથી દુર રહેવા લોકોને તાકીદ કરવામાં આવ્યાં છે અને ખોટા મેસેજ ફોરવર્ડ કરવાની પણ મનાઈ ફરમાવામાં આવી રહી છે.

નવસારીમાં CAAને પગલે પોલીસ બંદોબસ્ત તથા પેટ્રોલિંગ હાથ ધરાયું

તેમજ પોલીસે સોશિયલ મીડિયા ગ્રુપ પર બાઝ નજર રાખી રહી છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં રહેતા અસામાજીક તત્વો પર પણ નજર રાખવાની કામગીરી પણ હાથ ધરી છે અને જો કોઈ ઘટના ઘટે તો તેને પહોચી વળવા માટે અલગ-અલગ ટીમો પણ તૈયાર કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details