ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી સહિત દક્ષિણ ગુજરાતના 1.84 કરોડના 10 હાઈવા ટ્રકોની ચોરીનો ભેદ ઉકેલાયો - ચોરીના રેકેટ

નવસારીઃ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાંથી લાખો રૂપિયાના હાઈવા ટ્રકોની ચોરી કરીને મહારાષ્ટ્રના નાસિકમાં નજીવી કિંમતે વેચી દેવાના આંતર રાજ્ય ચોરીના રેકેટને ઉકેલવામાં નવસારી એલસીબી પોલીસને સફળતા મળી છે. જેમાં બે વર્ષમાં નવસારી સહિત દક્ષિણ ગુજરાતના 1.84 કરોડ રૂપિયાના 10 હાઈવા ટ્રકોની ચોરીનો ભેદ ઉકેલાયો છે.

navsari

By

Published : Sep 12, 2019, 4:04 PM IST

નવસારી તાલુકાના ધારાગીરી ગામેથી થોડા દિવસો પહેલા 48 લાખ રૂપિયાના બે હાઈવા ટ્રકની ચોરી થઈ હતી. જેની ગ્રામ્ય પોલીસના ચોપડે ફરિયાદ નોધાયા બાદ હરકતમાં આવેલી નવસારી એલસીબી પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાઓને ચકસતા એક કાર શંકાસ્પદ જણાઈ હતી. જેને આધારે પોલીસે આરોપીઓને પકડવા બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કરતાં ઇટાળવા ત્રણ રસ્તા પાસેથી બાતમીના આધારે હાઈવા ટ્રકો ચોરી કરતી ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા હતા. જેમની પૂછપરછમાં મૂળ યુપીનો અને સુરતમાં રહી મચ્છી વેચતા અબ્દુલ કલામ ચૌધરી ગેંગનો મુખ્ય સુત્રધાર હોવાનું અને અન્ય ઇસમો પાસેથી ટ્રકોની જીપીએસ સિસ્ટમ નિષ્ક્રિય કર્યા બાદ ટ્રકો ચોરી કરીને મહારાષ્ટ્રના નાસિક ખાતે ગુરમુખસિંગ ઉર્ફે બિરલા સિંધુને 2 થી 3 લાખ રૂપિયામાં વેચી દેતા હતા.

નવસારી સહિત દક્ષિણ ગુજરાતના 1.84 કરોડ રૂપિયાના 10 હાઈવા ટ્રકોની ચોરીનો ભેદ ઉકેલાયો
ચોરીના હાઈવા ટ્રકો ખરીદ્યા બાદ ગુરમુખસિંગ તેને દક્ષિણના કર્ણાટક, તામિલનાડુ વગેરે રાજ્યોમાં વેચતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસની તપાસમાં અબ્દુલ કલામે તેના સાગરીતો સાથે મળીને નવસાર સહિત સુરત ગ્રામ્ય, ભરૂચ, તાપી જિલ્લામાથી 1.84 કરોડ રૂપિયાના 10 હાઈવા ટ્રકોની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. જ્યારે પોલીસે આરોપીઓ પાસેથી કાર અને ધારાગીરી ગામેથી ચોરેલા બે હાઈવા ટ્રકો મળીને કુલ 53 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ નાસિકના ગુરમુખસિંહ સિંધુને વોંટેડ જાહેર કરી આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details