ગુજરાત

gujarat

ETV Bharat / state

પાંચ વર્ષનું પંચનામું: વિકાસ ઝંખતું નવસારીનું વિજલપોર

ભાજપનો દબદબો ધરાવતા વિજલપોર શહેરનો નવસારીમાં સમાવેશ થતા વિજલપોર 9 વોર્ડમાંથી હવે 4 વોર્ડમાં સમેટાયું છે. જેથી 36 નગરસેવકોમાંથી નવા વિજલપોરમાં 16 નગરસેવકો વિજલપોરને વિકસિત કરવાના પ્રયાસો કરશેે.

By

Published : Jan 29, 2021, 1:46 PM IST

Updated : Jan 29, 2021, 4:44 PM IST

નવસારીમાં ભળતા વિજલપોરના વિકાસની દિશા ખુલી
નવસારીમાં ભળતા વિજલપોરના વિકાસની દિશા ખુલી

  • નવસારીમાં ભળતા વિજલપોરના વિકાસની દિશા ખુલી
  • નવા સીમાંકનથી 9 વોર્ડમાં વહેંચાયેલું વિજલપોર 4 વોર્ડમાં સમેટાયું
  • વિજલપોરના વિકાસ માટે ટી.પી. સ્કીમનો અમલ જરૂરી

નવસારી: નાની ગલીઓમાં વસેલું વિજલપોર એક નાનકડું શહેર છે.અહીં ટાઉન પ્લાનિંગના અભાવે શહેરનો એક તરફનો વિસ્તાર ગીચતાથી ભરેલો છે. જેના કારણે નવસારીમાં ભળ્યા બાદ વિજલપોરને કેવી રીતે વિકસાવવું એ ભવિષ્યના શાસકો માટે કસોટીરૂપ બની રહેશે.



નવસારીમાં ભળતા વિજલપોરમાં 4 વોર્ડ અને 16 બેઠકો રહી

અંદાજે 85 હજારની વસ્તી ધરાવતું વિજલપોર શહેર વિજલપોર નગરપાલિકા સમયે 9 વોર્ડમાં વિભાજીત હતું. કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી ભાજપે 20 વર્ષોથી સત્તાની ધુરા સાંભળી હતી. જેમાં ગત ટર્મમાં કોંગ્રેસને ફક્ત બે જ બેઠકો પર સીમિત કરી દીધી હતી. ભાજપનો દબદબો ધરાવતા વિજલપોર શહેરનો નવસારીમાં સમાવેશ થતા વિજલપોર 9 વોર્ડમાંથી હવે 4 વોર્ડમાં સમેટાયું છે. જેથી 36 નગરસેવકોમાંથી નવા વિજલપોરમાં 16 નગરસેવકો વિજલપોરને વિકસિત કરવાના પ્રયાસો કરશેે.

પાંચ વર્ષનું પંચનામું : વિકાસ ઝંખતું વિજલપોર



ટાઉન પ્લાનિંગ ન હોવાથી વિકાસ ગૂંચવાયો

નવસારીને અડીને આવેલા વિજલપોર શહેરને બ વર્ગની નગરપાલિકા મળી હતી. વર્ષોના શાસન બાદ પણ ભાજપના શાસકો વિજલપોરને ટાઉન પ્લાનીંગમાં સમાવી શક્યા ન હતા. ટી.પી. સ્કીમની અમલવારી કરાવવામાં નિષ્ફળ રહેલા શાસકોને કારણે તેમજ શહેરમાં આડેધડ થયેલા આયોજન વગરના બાંધકામોને કારણે શહેર સાંકડી ગલીઓ અને રસ્તાઓની ગૂંચવણ વાળું બનીને રહી ગયું છે. જોકે હવે નવસારી-વિજલપોર નગરપાલિકા બનતા વિજલપોરની ટી.પી. સ્કીમ મંજૂર થાય અને શહેરનો સુચારૂ વિકાસ થાય એવી લોકો આશા સેવી રહ્યા છે. પરંતુ ભાવી શાસકો કેવી રીતે ટી.પી. ની અમલવારી કરાવે છે એ મહત્ત્વનું બની રહેશે.



સ્થાનિક રોજગારીનો અભાવ

વિજલપોર શહેરમાં ભારતના અલગ-અલગ પ્રાંતોમાંથી કુલ વસ્તીના 50 ટકા પરપ્રાંતિયો આવીને વસ્યા છે. રોજગારીની શોધમાં આવેલા પરપ્રાંતિયોને સ્થાનિક કક્ષાએ રોજગારી ન મળતા તેમણે નજીકના નવસારી સહિત સચિન, સુરત, વાપી જેવા ઇન્ડસ્ટ્રીયલ શહેરોમાં રોજગારી માટે આધાર રાખવો પડયો છે. જોકે નવસારી-વિજલપોર નગરપાલિકા બનવાથી સ્થાનિક સ્તરે રોજગારની નવી દિશા ખુલવાની લોકોમાં આશા જાગી છે.



વિજલપોરમાં કોંગ્રેસને બદલે આપ બની શકે છે વિકલ્પ

વિજલપોરમાં એક સમયે શાસન સંભાળનાર કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. ગત ટર્મમાં પાલિકાની 36 બેઠાકોમાંથી ફક્ત 2 બેઠકો જ કોંગ્રેસ જેમતેમ મેળવી શકી હતી. કોંગ્રેસ નબળી પડતા અહીં આમ આદમી પાર્ટી પોતાની જમીન શોધવામાં ધીરે-ધીરે સફળ થઈ રહી છે. વિજલપોરના યુવાન 'આપ'ને પસંદ કરી રહ્યા છે, જેને કારણે વિજલપોર વિસ્તારમાં કોંગ્રેસને બદલે 'આપ' વિકલ્પ બને એવી સ્થિતિ જોવાઇ રહી છે.

વિજલપોરની નવા સીમાંકન બાદ આંકડાકીય માહિતી
વોર્ડ બેઠકો વસ્તી(અંદાજીત) મતદારો(અંદાજીત)
૧૬ ૮૫,૦૦૦ 55,૦૦૦
Last Updated : Jan 29, 2021, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details