નવસારી: ધાર્મિક આસ્થાએ ગુજરાતીઓનું ઘરેણું કહેવાય છે. ત્યારે હાલ દિવાળીનોપર્વ અને નવા વર્ષના દિવસે નવસારી જિલ્લાના ગ્રીડ ખાતે આવેલા BAPS સ્વામીનારાય મંદિર (Finance Minister Kanu Desai) ખાતે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. દૂર દૂરથી 7 હાજરથી વધુ હરિ ભક્તોઅને રાજકીય વર્ગ ધરાવતા લોકો અહીં ભગવાના ધામમાં આવી નવા વર્ષની શરૂઆત કરી હતી. ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ અને સ્થાનિક ધારાસભ્ય પિયુષ દેસાઈ દર્શન કર્યા હતા.
ઉજવણી સાદગીથી:કોરોના મહામારી બાદ જ્યારે હાલ સમગ્ર દેશ સુખી જીવન જીવતો થયો છે અને તહેવારોની ઉજવણી કરતો થયો છે. ત્યારે કોરોના બાદની આ પ્રથમ દિવાળી લોકો માટે કોરોના મુક્ત બની છે. છેલ્લા બે વર્ષથી મંદિર પરિસરમાં નવા વર્ષની ઉજવણી સાદગીથી કરવામાં આવતી હતી પરંતુ કોરોનાનો કહેર હળવો થતા જ આ વર્ષે નવસારી સ્થિત ગ્રીડ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું.