- OASISમાં રહીને ભણતી દિકરીને છ મહિનાથી મનાવી રહ્યા છે પરિવારજનો
- OASISમાં રહીને જ ભવિષ્ય બનાવવાની વાત કરતી દિકરી માતા-પિતા સાથે રહેવા તૈયાર નથી
- પિતાની આજીજી, દીકરી ઘરે પરત ફરે તો ઘણું સારૂ
નવસારી :વડોદરામાં દુષ્કર્મનો ભોગ (Vadodara gangrape case) બનેલી નવસારીની યુવતીએ 'ગુજરાત ક્વિનના' ડબ્બામાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર મામલો ગૂંચવાતો જાય છે અને યુવતી રહેતી હતી એ OASIS સંસ્થા (OASIS Institute) વિવાદોમાં ઘેરાતી જોવા મળી રહી છે. નવસારીની પીડિતાની જેમ અન્ય દીકરીઓ પણ OASISમાં રહીને અભ્યાસ કરી રહી છે, પરંતુ આવી જ એક દિકરીને છ મહિનાથી તેના માતા-પિતા ઘરે પરત ફરવા મનાવી રહ્યા છે, પણ દિકરી છે કે ઘરે રહેવા તૈયાર નથી.
પિતાની વ્યથા: વારંવાર સમજાવવા છતાં દિકરી OASISથી ઘરે આવવા તૈયાર નહીં આ પણ વાંચો:બોડેલીથી સગીરાનું અપહરણ કરી મિત્રની મદદ લઈને રાજકોટમાં આચર્યું દુષ્કર્મ, બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
પીડિતાની માતાએ OASIS સંસ્થાના સંચાલકો પર લગાવ્યા આક્ષેપ
નવસારીની દિકરી વડોદરાની OASIS સંસ્થામાં રહીને અભ્યાસ કરી રહી હતી. પરંતુ તેની સાથે ઓક્ટોબરના અંતમાં હેવાનીયત આચરાયા બાદ તેણે નવેમ્બરના પ્રારંભે આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર પ્રકરણમાં રાજ્યની પોલીસ તપાસમાં જોડાઈ છે. જેમાં આત્મહત્યાની વાતો વચ્ચે યુવતીની હત્યા કરવામાં આવી હોય એવી આશંકા ઘેરી થતી જાય છે. આ દરમિયાન પીડિતાની માતાએ દિકરીની આત્મહત્યા બાદ OASIS સંસ્થાના સંચાલકો કે દિકરીની મેન્ટર તેમનો ફોન ઉંચકતા ન હોવાના આક્ષેપો લગાવી રહી છે. સાથે જ દિકરીએ જે ત્રણ જણાને મેસેજ કર્યો હતો, એ મેસેજ સમયે જોઈ લેવાત તો એનો જીવ બચી ગયો હોવાની પણ તેમણે વેદના વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો:ખાત્રજમાં અપહરણ થયેલ ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ તળાવ નજીકથી મળી આવ્યો
OASIS દ્વારા દીકરીનુ બ્રેઇન વોશ કરવાનો પિતાનો આક્ષેપ
આ દરમિયાન પીડિતાની સાથે જ રહેતી અને સમગ્ર કેસની મુખ્ય કડી કહી શકાય એવી નવસારીની જ અન્ય એક યુવતીના પરિવારજનોએ પણ OASIS સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. યુવતીના પિતાએ જણાવ્યું કે, દિકરી ત્રણ વર્ષથી OASIS માં રહીને ભણી રહી છે. જેને ઘરે પરત લાવવા માટે છ મહિનાથી તેઓ પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ દિકરી ઘરે આવવા તૈયાર નથી. બધી રીતે દિકરીને મનાવી જોયા બાદ પણ દિકરી કામ પૂરતું જ ઘરે આવે છે અને પછી તરત વડોદરા OASIS સંસ્થામાં જતી રહે છે. જેથી OASIS સંસ્થાએ તેમની દિકરીનું બ્રેઇન વોશ કર્યું હોવાના આક્ષેપો પિતાએ લગાવ્યા છે. આ ઘટના બાદ જ્યાં સુધી મામલો થાળે ન પડે ત્યાં સુધી દિકરી મળી પણ ન શકે એવી વેદના તેમણે વ્યક્ત કરી હતી. જોકે દિકરી ઘરે પરત ફરે તો ઘણું સારૂ એવી આશા પણ તેઓ સેવી રહ્યા છે.