નવસારીમાં નરાધમ પિતાએ 6 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ - નવસારી ન્યુઝ
નવસારી: આપણે રોજ-બરોજના કંપાવનારા કિસ્સાઓ સાંભળતા જ હોઈએ છીએ. કળયુગની સાબિતી કરાવતો નવસારીના વાસંદા તાલુકાનો શરમનજક કિસ્સો સામે આવ્યો છે. પાપી પિતાએ 6 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.
નવસારીમાં નરાધમ પિતાએ 6 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
વ્હાલી દીકરીને જીવન જીવવાની રીતને આંગળી પકડીને એક પિતાએ શીખવવાની હોય છે. જે પિતાની ફરજમાં આવે છે. પરંતુ, અહીં તો એક નરાધમ પિતાએ 6 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી છે. પિતા- પુત્રીના પવિત્ર સંબધને કલંકિત કર્યો છે. પિતાએ પુત્રીને ધમકાવીને દુષ્કર્મ કર્યું હતું. જેમાં દીકરીને ગુપ્તભાગે દુખાવો થતા મામલો માતા પાસે ગયો અને ભાંડો ફૂટતા હકીકતનો પર્દાફાશ થયો હતો. હાલ પોલીસે નફફ્ટ પિતાની ધરપકડ કરી છે.