બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિવાદ: કોર્ટમાં મેટર હોવા છતાં પણ નવસારીના ખેડૂતોની જમીનમાં એન્ટ્રી કરી દીધી - navasari
નવસારીઃ બુલેટ ટ્રેનને લઈને નવસારીના આમડપોર ગામે માપણી વિના 7/12 માં પાકી એન્ટ્રી પડી જતા ખેડૂતો ઉગ્ર બન્યા હતાં જેમાં ગામવાસીઓ સરકાર સામે લડી લેવાના મુડમાં આવી ગયા છે. કોર્ટમાં મેટર ચાલુ હોવા છતાં સરકાર દ્વારા આ પગલાથી કોર્ટના નિયમનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. નવસારી જિલ્લાના 150થી વધુ ખેડૂતોએ સોમવારે નવસારી પ્રાંત કચેરીએ આવેદન આપી વિરોધ વ્યક્ત કર્યો હતો.
Navasari
ત્યારે આ મદ્દેને લઈ ગંભીર થયેલા ખેડૂતો આગામી સમયમાં જરૂર પડે તો જીવ આપી દઈશું પણ જમીન તો ક્યારેય નહી આપીએ, તેવા સંકલ્પ સાથે વધુ ઉગ્ર આંદોલનો કરવાની ચીમકી પણ આપી છે. આ અંગેની કોર્ટમાં હજૂ મેટર ચલુ હોવા છતાં સરકાર દ્વારા આ પગલાથી કોર્ટના નિયમનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે.