- ફેબ્રુઆરીમાં 5 લાખની સહાયની જાહેરાત
- હજુ સુધી સહાય ન મળતા અધિક કલેક્ટરને આવેદન
- કલેક્ટરે મૃતક માછીમારોના પરિજનોને મળવા સમય ન આપ્યો
- વારંવારની રજૂઆત છતાં સહાય ન મળતા માછીમારોના પરિજનોમાં નિરાશા
નવસારી: 26/11ના આતંકી હુમલામાં આતંકવાદીઓના ફાયરિંગમાં મૃત્યુ પામેલા નવસારીના ત્રણ માછીમારોના પરિજનોને 12 વર્ષ વિતવા છતાં સરકાર દ્વારા સહાય ચૂકવાઈ નથી. જેથી ફરી એકવાર મૃતક માછીમારોના પરિજનોને કલેક્ટરે સમય ન આપતા જિલ્લા અધિક કલેક્ટર સામે સેવા સંસ્થાના સાઠવતે વેદના ઠાલવી વહેલી સહાય આપવા માટેની માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.
12 વર્ષ વિતવા છતાં મૃતક માછીમારોના પરિજનો સરકારી સહાયથી વંચિત આતંકી હુમલાના મૃતક 12 વર્ષ બાદ પણ સરકારી સહાયથી વંચિતપાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલા આતંકીઓએ ગુજરાતની કુબેર બોટ પર કબજો જમાવ્યા બાદ તેના ઉપર સવાર માછીમારોને ગોળીઓથી વીંધીને મોતને ઘાટ ઉતાર્યા હતા. જેમાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ગામના બળવંત પ્રભુ ટંડેલ, નટુ નાનુ રાઠોડ અને મુકેશ અંબુ રાઠોડ પણ આતંકીઓની ગોળીએ વીંધાયા હતા. 8 વર્ષની રજૂઆત અને કાયદાકીય લડાઈ બાદ ત્રણેય માછીમારોના પરિવારોને શહીદનું મૃત્યુ પ્રમાણપત્ર મળ્યું હતું. સરકાર સામે દર વર્ષે 26/11ની વર્ષી પર માછીમારોના પરિવારજનો આવેદનપત્ર આપીને પોતાની વેદના પહોંચાડવા પ્રયાસ કરે છે, પરંતુ આજ દિન સુધી ગુજરાત સરકાર દ્વારા તેમને યોગ્ય સહાય આપવામાં આવી નથી.
12 વર્ષ વિતવા છતાં મૃતક માછીમારોના પરિજનો સરકારી સહાયથી વંચિત ફેબ્રુઆરીમાં 5 લાખની સહાયની જાહેરાત
માછીમારોના પરિવારોને 2020ના પ્રારંભે 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી પણ મહિનાઓ વિતવા છતાં મૃતક માછીમારોના પરિજનોને સહાય ન મળતા ગુરૂવારે ફરી નવસારીની સેવા સંસ્થાના સથવારે જિલ્લા કલેક્ટર આગળ પોતાની વેદના ઠાલવવા પહોંચ્યા હતા. કલેક્ટરે મૃતક માછીમારોના પરિજનોને મળવાનો સમય પણ આપ્યો ન હતો અને તેમને અધિક કલેક્ટર પાસે મોકલી આપ્યા હતા. જેથી દુ:ખી હૈયે માછીમારોના પરિજનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી વહેલી તકે સહાય ચુકવવા તેમજ પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગણી કરી હતી.
12 વર્ષો વિતવા છતાં આતંકી હુમલામાં શહીદ માછીમારોના પરિવારજનો સરકારી સહાયથી વંચિત 12 વર્ષો વિતવા છતાં આતંકી હુમલામાં શહીદ માછીમારોના પરિવારજનો સરકારી સહાયથી વંચિત અધિક કલેક્ટરે વહેલી સહાય ચુકવવા માટે આપ્યું આશ્વાસન
સમગ્ર મુદ્દે અગાઉ કરેલી રજૂઆતને ધ્યાને લઇ જિલ્લા અધિક કલેક્ટરે 5 લાખ રૂપિયાની આર્થિક સહાય ચુકવવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું જણાવી, આગામી એક અઠવાડિયામાં સહાયના ચેક પરિવારોના ખાતામાં જમા કરાવવાનું આશ્વાસન આપ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓની ગોળીઓથી વિંધાયેલા નવસારીના ત્રણેય માછીમારોના પરિજનોએ સરકારમાં સહાય માટે વર્ષો સુધી ધક્કા ખાઈને રજૂઆતો કરવા પડી, જે ગુજરાતની સંવેદનશીલ સરકાર માટે શરમજનક ઘટના કહી શકાય.