ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari News : વિદેશ ગયેલા પરિવારના બંધ મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ - undefined

નવસારી શહેરમાં આવેલા પોષ વિસ્તાર એવા આશાબાગ વિસ્તારના બંધ મકાનમાં ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ થયો છે. અંબાભવન નામના મકાન માલિક થોડા સમય માટે વિદેશ ગયા હોવાને કારણે ઘર એક વર્ષથી બંધ અવસ્થામાં હોય ચોર દ્વારા આ ઘરને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. ચોરી કરવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ચોરી સંદર્ભે પરિવારના પરિજનો દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે.

Navsari News : વિદેશ ગયેલા પરિવારના બંધ મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ
Navsari News : વિદેશ ગયેલા પરિવારના બંધ મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

By

Published : Mar 14, 2023, 5:58 PM IST

Navsari News : વિદેશ ગયેલા પરિવારના બંધ મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

નવસારી : દિવસે ચોરીની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ચોરો રાત્રિના સમયે ચોરી કરતા હોય છે, પરંતુ હાલ જિલ્લામાં દિવસે પણ ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય ચોરો ચોરીને અંજામ આપતા હોય છે. ભૂતકાળમાં પણ પર ધોળે દિવસે ખેરગામમાં ચોરો ચોરી કરતા રંગે હાથ પકડાયા હતા. જાણે ચોરોને પોલીસનો ખોફ રહ્યો ના હોય એવું લાગી રહ્યું છે.

વિદેશ ગયેલા પરિવારના બંધ મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ :હાલ નવસારી શહેરમાં પણ તસ્કરો બંધ ઘરો ને પોતાના નિશાન બનાવી રહ્યા છે, ત્યારે નવસારી શહેરની મધ્યમાં આવેલા આશાબાગ વિસ્તાર જે પોશ લોકાલિટીમાં આવતો વિસ્તાર હોય અને સતત ધમધમતો વિસ્તાર હોય તેમ છતાં ગઈકાલે રાત્રે આશાબાગ સોસાયટીમાં આવેલા અંબા ભવન નામના ઘરને એક તસ્કરે નિશાન બનાવ્યું હતું, આ તસ્કર ઘરમાં મુખ્ય ગેટથી પ્રવેશ કરી દરવાજાનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. આ મકાનમાં રહેતા પરિવાર થોડા સમય માટે વિદેશ ગયા હોવાથી આ મકાન એક વર્ષથી બંધ અવસ્થામાં હોય તેથી આ બંધ મકાન પર ચોરની કાળી નજર પડતા રાત્રિના 12:00 વાગ્યાના સમયે આ ચોર ચોરી કરવાના ઈરાદાથી ઘરના મુખ્ય દરવાજાથી પ્રવેશ કરી ઘરના પ્રવેશદ્વારનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચોરને સફળતા ના મળતા નિરાશ પરત ફર્યો હતો

ઘટના સીસીટીવીમાં કેદ થઈ : આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જ્યાં ચોર બેખોફ રીતે ચોરી કરવાના ઈરાદાથી મકાનમાં પ્રવેશ કરે છે સીસીટીવીમાં તેની દરેક ગતિવિધિ કેદ થઈ હતી અને સ્પષ્ટ દેખાતું હતું ચોરી કરવા આવેલા આરોપી કોઈપણ જાતના ડર કે ગભરાયા વગર આ સમગ્ર ઘટનાને અંજામ આપે છે. અંબા ભવનના મકાનમાલિક હાલ થોડા સમય માટે વિદેશ ગયા હોય તેઓને સમગ્ર ઘટનાની જાણ થતા તેઓના પરિજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે, પરંતુ શહેરની મધ્યમાં આવેલા પોષ વિસ્તારમાં ચોરીની ઘટના બનતા પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details