- જિલ્લાના કુલ 3500 શિક્ષકોની સજ્જતા સર્વેક્ષણ માટે થઈ છે નોંધણી
- સરકારે સજ્જતા સર્વેક્ષણને મરજિયાત કર્યુ છે જાહેર
- શિક્ષકોની પરીક્ષાને લઇને જિલ્લા શિક્ષણાધિકારીની ક્લસ્ટર કેન્દ્રો પર વિઝીટ
નવસારી : ગુજરાત સરકાર દ્વારા ગત દિવસોમાં પ્રાથમિક શાળાના ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓની ક્ષમતા ચકાસવા એકમ કસોટી લીધા બાદ હવે સરકારી પ્રાથમિક શિક્ષકોની ક્ષમતા ચકાસવા શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા લેવાનું આયોજન કરતા શિક્ષકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં પણ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા કરાયેલા વિરોધને કારણે નવસારી જિલ્લામાં 80 ટકા શિક્ષકો પરીક્ષાથી અળગા રહે એવી વકી હતી.
ધોરણ અને વિષય અનુસાર OMR શીટમાં લેવાશે પરીક્ષા
ધોરણ અને વિષય અનુસાર OMR શીટમાં લેવાશે પરીક્ષા લેવાની હતી.જોકે આજે સવારથી પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી બાદ પરીક્ષા પૂર્વે 60 ટકા શિક્ષકો પરીક્ષા ન આપે એવું જિલ્લા શૈક્ષિક સંઘના પ્રમુખ ધર્મેશભાઈએ જણાવ્યું હતું. જોકે પરીક્ષા શરૂ થાય ત્યારે બાદ જ ખબર પડશે કે કેટલા શિક્ષકોએ પરીક્ષા આપવા બેઠા છે.
નવસારી જિલ્લામાં હાલ 60 ટકા શિક્ષકો સજ્જતા સર્વેક્ષણથી દૂર રહે એવી સ્થિતિ આ પણ વાંચોઃ
સજ્જતા સર્વેક્ષણ મામલો: શૈક્ષણિક સંઘનો દાવો 90 ટકા શિક્ષકો નહિ આપે પરીક્ષા, પ્રાથમિક શિક્ષક સંઘનો દાવો 1 લાખથી વધુ ટીકીટ કરાઈ ડાઉનલોડ આ પણ વાંચોઃ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પર કોંગ્રેસે કહ્યું : સરકારે પહેલાં નીતિ અને નિયતને સુધારવાની જરૂર છે