ગુજરાત

gujarat

ETV Bharat / state

માજી સૈનિકોનો સેવાયજ્ઞ : રોજ અંદાજે 80 મણ શાકભાજીની કીટનું નિઃશુલ્ક વિતરણ - donate vegetable

કોરોનાએ સમાજ જીવન પર મોટી અસર કરી છે. ખાસ કરીને લોકોની આર્થિક સ્થિતિને અસર થવાથી જરૂરિયાતમંદ સાથે જ હવે મધ્યમ વર્ગ પણ કફોડી સ્થિતિ અનુભવી રહ્યો છે. ત્યારે નવસારીના માજી સૈનિકો દ્વારા શહેરના છાપરા રોડ પર છેલ્લા 12 દિવસોથી વહેલી સવારના નિઃશુલ્ક અંદાજે 80 મણ શાકભાજીની કીટ વેહેંચવાનો સેવાયજ્ઞ આરંભ્યો છે. જેમાં જરૂરિયાતમંદોની સાથે મધ્યમ અને સક્ષમ ઘરના લોકો પણ લાંબી કતારમાં ઉભેલા જોવા મળી જાય છે.

માજી સૈનિકોનો સેવાયજ્ઞ : રોજ અંદાજે 80 મણ શાકભાજી કીટનું નિઃશુલ્ક વિતરણ
માજી સૈનિકોનો સેવાયજ્ઞ : રોજ અંદાજે 80 મણ શાકભાજી કીટનું નિઃશુલ્ક વિતરણ

By

Published : May 9, 2020, 1:06 PM IST

નવસારી: કોરોના વાઇરસથી માનવ જિંદગી બચાવવા સરકાર દ્વારા જાહેર કરેલા લોક ડાઉનની સીધી અસર હવે લોક લોક જીવન પર જોવા મળી રહે છે. ઉદ્યોગ, ધંધા, વેપાર બંધ રહેવાને કારણે કરોડો લોકોની આર્થિક સ્થિતિ બગડી છે. જેમાં પણ રોજ બરોજની જરૂરી વસ્તુઓના ભાવો વધવાને કારણે લોકોનું બજેટ પણ ખોરવાઇ રહ્યું છે. મહામારીના કપરા સમયમાં જ્યાં ગરીબ અને જરૂરિયાતમંદો માટે દાતાઓના સહકારથી સામાજિક સંસ્થાઓ દોઢ મહિનાથી વધુ સમયથી નિઃશુલ્ક રાશન અને શાકભાજીની કિટોનું વિતરણ કરી રહી છે.

માજી સૈનિકોનો સેવાયજ્ઞ : રોજ અંદાજે 80 મણ શાકભાજી કીટનું નિઃશુલ્ક વિતરણ

પરંતુ સ્વાભિમાની મધ્યમ વર્ગ વિકટ સ્થિતિમાં મૂકાયો છે, સાથે જ હવે તો સક્ષમ ઘરના લોકો પણ આર્થિક મુદ્દે ચિંતિત બની રહ્યા છે. ત્યારે નવસારીના માજી સૈનિકોના ગ્રુપ દ્વારા શાકભાજીની કીટ વહેંચીને અનેરો સેવા યજ્ઞ શરૂ કરાયો છે. શહેરના છાપરા રોડ પર સ્થિત એસબીઆઇ બેન્ક પાસે રોજના વહેલી સવારે અંદાજે 80 મણ અલગ-અલગ શાકભાજી અને ફળોની કીટ બનાવી, છેલ્લા 12 દિવસોથી જરૂરિયાતમંદોને નિઃશુલ્ક વહેંચવામાં આવે છે.

માજી સૈનિકોનો સેવાયજ્ઞ : રોજ અંદાજે 80 મણ શાકભાજી કીટનું નિઃશુલ્ક વિતરણ

અંદાજે 100થી વધુ રૂપિયાની શાકભાજી કીટ માટે રોજના જરૂરિયાતમંદો સહિત મધ્યમ વર્ગીય લોકો લાંબી કતારો લગાવી રહ્યા છે, જેમની વચ્ચે હળવેથી ચહેરો ઢાંકીને સક્ષમ ઘરોની મહિલાઓ પણ શાકભાજી કીટ લેતા દેખાઈ જાય છે. જે કોરોનાના રાક્ષસે સક્ષમ લોકોને પણ લાઈનમાં ઉભા રાખી દીધા હોવાની ચાડી ખાઈ છે.

માજી સૈનિકોનો સેવાયજ્ઞ : રોજ અંદાજે 80 મણ શાકભાજી કીટનું નિઃશુલ્ક વિતરણ

ઉલ્લેખનિય છે કે, નવસારીમાં શાકભાજી બજાર બંધ રહેવાને કારણે ફેરિયાઓ મનફાવે એમ શાકભાજીના ભાવો લેતા થયા છે. જ્યા ખેડૂતો એપીએમસીમાં એક મણ શાકભાજી નજીવા ભાવે વેચે છે, ત્યાંથી બહાર નીકળતા એજ શાકભાજીના કિલોના ભાવ 100 થી 300 ગણા વધુ થઈ જાય છે. જેથી ઓછી આવકમાં લોકોની ખરીદ શક્તિ પણ પ્રભાવિત થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details