નવસારી જિલ્લામાં 1180 મતદાન મથકોમાં 5,13,083 પુરૂષ મતદારો 5,03,368 સ્ત્રી મતદારો તેમજ 1950 અન્ય મતદારો મળી કુલ 10,16,493 મતદારો પોતાના મતાધિકારનો આવતી કાલે ઉપયોગ કરશે. તેમજ જિલ્લામાં ઈલેક્શન કમિશનની ગાઈડ લાઈન પ્રમાણે કામગીરીઓ થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે.
નવસારીમાં પોલીસ બંદોબસ્ત હેઠળ EVM-VVPATને મતદાન મથકો પર રવાના - Gujarati News
નવસારીઃ લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભા ચૂંટણી - 2019 ની તૈયારીઓનો આખરી ઓપ અપાઇ ચુક્યો છે, ત્યારે આવતીકાલે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના સૌથી મોટા પર્વમાં સહભાગી બનશે. ત્યારે નવસારી લોકસભા બેઠક પર આજે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ EVM અને VVPATને મતદાન મથકો પર રવાના કરાયા હતા.
આજે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ EVM અને VVPAT ને મતદાન મથકો પર રવાના કરાયા
ત્યારે ઈલેક્શન કમિશન દ્વારા આચાર સહિતની અમલવારી સાથે કોઈ અઇચ્છનીય બનાવના બને તે માટે નવસારી જિલ્લા વહીવટીતંત્ર એ બે હેલ્પ લાઈન નંબરો બહાર પડ્યા છે 1950 તેમજ 18002332627 જે અંતર્ગત આચાર સંહિતા સંબંધિત ફરિયાદ નોંધાવી શકાશે.