નવસારીમાં ગાયકવાડી રાજના સાંકડા રસ્તાઓ ધરાવતા નવસારીમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે નવસારી પાલિકાના શાસકોએ શહેરની બહાર રીંગ રોડ બનાવવાની યોજના અંદાજે 12 વર્ષો અગાઉ બનાવી હતી. પાલિકાએ બે ચરણમાં રીંગ રોડ બનાવ્યો અને બે વખત લોકાર્પણ પણ કરી નાંખ્યુ છે, પરંતુ આજના દિવસે પણ રીંગ રોડ અધૂરો રહ્યો છે.
રીંગ રોડનું કામકાજ અધૂરું નવસારીઃ ગાયકવાડી રાજના નવસારી શહેરમાં વર્ષો વિતી જતા તેમજ વસ્તી વધતા ટ્રાફિક સમસ્યા પણ વધી છે. શહેરની વધતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે નવસારી પાલિકાએ ૧૨ વર્ષ અગાઉ શહેરના જલાલપોરથી વિરાવળ જકાતનાકા અને વિરાવળ જકાતનાકાથી કાલીયાવાડી સુધીનો રીંગ રોડ બનાવવાની યોજના ઘડી કાઢી હતી. જેમાં પ્રથમ ચરણમાં વિરાવળ જકાતનાકાથી કાલીયાવાડી તરફના રીંગ રોડનું કામ આરંભી દેવાયુ હતું, પરંતુ ભેસંઠખાડા નજીક ખાનગી જમીન સંપાદિત કરવામાં પાલિકા નિષ્ફળ રહેતા ફક્ત 800 મીટરનો અને 80 ફૂટને બદલે 40 ફૂટ પહોળો રસ્તો બન્યો હતો.
રીંગ રોડનું કામકાજ અધૂરું આ સાથે જ અધૂરા રસ્તાનું બે વાર લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ પાલિકાએ બીજા ચરણમાં જલાલપોરથી વિરાવળ જકાતનાકા સુધીનો રસ્તો બનાવ્યો છે, જેમાં પણ સંપાદન સમસ્યારૂપ રહ્યું છે. સાથે જ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા પણ રહે છે. જેથી કોંગ્રેસી આગેવાને પાલિકાએ રીંગ રોડ નિર્માણમાં ભ્રષ્ટ્રાચાર આચાર્યો હોવાના આક્ષેપો લગાવ્યા છે.
રીંગ રોડનું કામકાજ અધૂરું નવસારીમાં જલાલપોરથી સીધા કાલિયાવાડી સુધીના રીંગ રોડ થકી સુરત જનારા લોકો શહેરમાં પ્રવેશ્યા વિના બારોબાર રીંગ રોડથી નીકળી જાય, તો શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડી શકી તેમ છે, પરંતુ બે ચરણમાં બનેલો અધૂરો રીંગ રોડ જમીન સંપાદન નહીં થવાથી પૂરો થઇ શક્યો નથી. જેને કારણે પાલિકાના શાસકોનું રીંગ રોડનું સપનું પણ અધૂરું રહ્યું છે. જો કે, જમીન સંપાદનને કારણે અટકેલો રીંગ રોડ હવે નુડાનો ડેવલોપમેન્ટ પ્લાન મંજૂર થયા પછી જ બની શકશે.
નવસારીમાં 12 વર્ષે બે તબક્કામાં રીંગ રોડ બન્યો, બે વખત ઉદ્ઘાટન બાદ પણ રોડ અધૂરો નવસારી શહેરના વિકાસનો નકશો તો બને છે, પણ રાજકીય ઈચ્છાશકિતનો અભાવ અને યોજનાને પૂર્ણ કરવામાં થતો વિલંબનું ઉદાહરણ શહેરનો રીંગ રોડ છે. જો કે અધૂરો રીંગ રોડ પૂર્ણ થાય તો શહેરની ટ્રાફિક સમસ્યા મહદ અંશે હળવી થશે.