ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થવાની વાતથી શાળામાં ઉત્સાહ, વાલીઓ થોડા ચિંતિત - navsari

કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સરકાર દ્વારા શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી, ત્યારે બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારબાદ કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકારે બીજી સપ્ટેમ્બરથી પ્રાથમિક શાળાના ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી વાલીઓ અને શાળાના શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, સાથે વાલીઓ કોરોનાની ત્રીજી લહેરના કારણે થોડા ચિંતિત પણ જોવા મળ્યા હતા.

ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થવાની વાતથી શાળામાં ઉત્સાહ
ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થવાની વાતથી શાળામાં ઉત્સાહ

By

Published : Aug 26, 2021, 7:52 PM IST

  • દોઢ વર્ષથી ઘરે રહીને ભણતા વિદ્યાર્થીઓ ફરી શાળાના શિક્ષણથી જોડાશે
  • શાળાઓએ વર્ગખંડોની સાફ-સફાઈ સાથે જ કોરોના ગાઈડલાઈનના પાલનની કરી તૈયારી
  • સરકારના નિર્ણયને વાલીઓએ આવકાર્યો

નવસારી : ઘાતક કોરોનાની દસ્તક થતાની સાથે જ સરકારે બાળકોને કોરોના વાયરસથી બચાવવા શાળાઓ બંધ કરી ઓનલાઇન શિક્ષણ શરૂ કરાવ્યુ હતુ. જો કે, હવે કોરોનાની બે લહેરો બાદ કેસ ઘટતા રાજ્ય સરકારે બીજી સપ્ટેમ્બરથી પ્રાથમિક શાળાના ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેને નવસારીના વાલીઓએ આવકાર્યો છે, પણ કોરોનાની ત્રીજી લહેર આવવાની વાતથી વાલીઓમાં ચિંતા જોવા મળી છે.

ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થવાની વાતથી શાળામાં ઉત્સાહ

આ પણ વાંચો- સુરત મહાનગરપાલિકાની શાળામાં ધોરણ 11ના ઓનલાઇન વર્ગો શરૂ કરાયા

શિક્ષણ વિભાગે ફરી તબક્કાવાર શાળામાં વર્ગો શરૂ કર્યા

કોરોનાએ જીવનના દરેક સ્તર પર મોટી અસર પાડી છે. ખાસ કરીને દોઢ વર્ષથી શાળાઓ બંધ રહેતા બાળકો ઘરે રહીને ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યા છે, પરંતુ ઓનલાઇન શિક્ષણના ફાયદા સાથે જ તેની આડ અસર બાળકો પર જોવા મળી છે, જેના કારણે વિદ્યાર્થીઓના પરિણામ પણ નબળા રહ્યા છે. રાજ્યમાં બીજી લહેરમાં ઘાતક સાબિત થયેલો કોરોના હવે જ્યારે શાંત પડ્યો છે, ત્યારે શિક્ષણ વિભાગે ફરી તબક્કાવાર શાળામાં વર્ગો શરૂ કર્યા છે.

ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થવાની વાતથી શાળામાં ઉત્સાહ

ઓફલાઈન શિક્ષણમાં બાળકોનો સર્વાગી વ્યક્તિત્વ વિકાસ થશેની આશા પણ વ્યક્ત કરી છે

આજે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બીજી સપ્ટેમ્બરથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી છે. જેને નવસારી જિલ્લાના વાલીઓએ બાળકોનું ખરૂ ઘડતર શાળામાં જ થઈ શકે તે વાત સાથે આવકારી છે. ઓનલાઇન કરતા ઓફલાઈન શિક્ષણમાં બાળકોનો સર્વાગી વ્યક્તિત્વ વિકાસ થશેની આશા પણ વ્યક્ત કરી છે. જો કે, કેટલાક વાલીઓ કોરોનાની ત્રીજી લહેર આવવાની વાતથી શરૂઆતમાં શાળા ગાઈડલાઈન કેવી રીતે પાલન કરે છે, તે જોયા બાદ પોતાના બાળકોને શાળાએ મોકલવાની વાત કરી છે.

આ પણ વાંચો- દેશમાં પ્રથમ સરકારી શાળા શરૂ, આ શાળાને જોતા જ ખાનગી શાળા ભુલી જશો, જાણો સુવિધાઓ...

શાળાઓમાં સરકારી SOP પ્રમાણે શરૂ કરાઈ તૈયારી

સરકારે પ્રાથમિક શાળાના ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરતાં જ શાળાઓ અને શિક્ષકોમાં ખુશી જોવા મળી છે. ઓનલાઇન શિક્ષણ કરતાં બાળકોને શાળામાં સારી રીતે ભણાવી શકાશે તેવા આશાવાદ સાથે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ માટે 50 ટકા વિદ્યાર્થીઓની સંખ્યા રાખવા તેમજ સેનિટાઇઝેશન, થર્મલ સ્ક્રીનીંગ સહિતની વ્યવસ્થા પણ ગોઠવી છે. જેથી બાળકો જ્યારે શાળાએ આવે તો સારી રીતે ભણી શકે.

ABOUT THE AUTHOR

...view details