ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીવાસીઓ થાઓ સાવધાન, જો ટ્રાફિક નિયમનો ભંગ કર્યો તો ઘરે ઇ-મેમો - gujaratpolice

નવસારી શહેરમાં વધતા ટ્રાફિકના નિયંત્રણ માટે રાજ્ય સરકાર દ્વારા શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટો પર CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે. વિશ્વાસ પ્રોજેકટ હેઠળ શહેરમાં ત્રીજા નેત્રથી ટ્રાફિક નિયંત્રણનો આરંભ થયો છે. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનારના ઘરે ઇ-મેમો પહોંચી રહ્યાં છે. ઇ-મેમોને લઈ નવસારીજનો સતર્ક થઈ રહ્યાં છે, પરંતુ તેની સામે ફક્ત 50 ટકા જ રિકવરી થઈ રહી છે.

etv bharat
etv bharat

By

Published : Jul 14, 2020, 9:32 AM IST

નવસારી: ગાયકવાડી રાજનું નવસારી ઝડપથી વિકસી રહ્યું છે, પરંતુ વિકાસની સાથે શહેરના સાંકડા રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ પણ વધી રહ્યુ છે. શહેરની ટ્રાફિક સમસ્યાના નિયંત્રણ માટે CCTV મુકવાની લાંબા સમયની માંગ વર્ષના પ્રારંભે પુરી થઈ હતી. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેકટ હેઠળ સમગ્ર નવસારીમાં ત્રીજુ નેત્ર લગાવવામાં આવતા, શહેરના ટ્રાફિકમાં સુધારો આવવાની આશા સાથે સુરક્ષામાં પણ વધારો થયો છે.

નેત્રમ પ્રોજેકટ ગત્ત જાન્યુઆરી મહિનામાં શરૂ થયો અને તરત જ કોરોનાનું ગ્રહણ લાગતા બંધ થયો હતો, પરંતુ હવે જ્યારે લોકડાઉન અનલોકમાં ફેરવાયું છે, તો જિલ્લા પોલીસ વિભાગે ત્રીજુ નેત્ર ખોલ્યુ છે અને લોકોને ઘરે ટ્રાફિક નિયમોના ભંગ બદલ તેમજ માસ્ક નહીં પહેરવા પર પણ ઇ-મેમો પહોંચી રહ્યો છે.

નવસારી વાસીઓ સાવધાન
પોલીસ જવાનો CCTV કેમેરાઓની મદદથી ટ્રાફિક નિયમ ભંગ કરનારને પકડે છે.
  • નવસારી શહેરમાં નેત્રમ પ્રોજેકટ કાર્યરત
  • શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટો પર CCTV કેમેરાઓ ગોઠવવામાં આવ્યા
  • નેત્રમ પ્રોજેકટ ગત્ત જાન્યુઆરી મહિનામાં શરૂ થયો
  • ટ્રાફિક નિયમોના ભંગ બદલ તેમજ માસ્ક નહીં પહેરવા પર પણ ઇ-મેમો
  • 4 મહિનામાં કુલ 4,196 ઇ-મેમો ટ્રાફિક નિયમ ભંગ બદલ નવસારીવાસીઓને મોકલાયા
    નવસારીમાં ત્રીજું નેત્ર ખોલાયું,

નવસારી શહેરના દરેક મુખ્ય માર્ગો સહિત શહેરના પ્રવેશદ્વાર તેમજ આંતરિક રસ્તાઓ, ચાર કે ત્રણ રસ્તાઓ પર CCTV કેમેરાઓ ગોઠવવામાં આવ્યા છે. જેનું મોનીટરીંગ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી થાય છે. અહીં 24 કલાક ત્રણ પાળીમાં કુલ 21 તાલીમબદ્ધ પોલીસ જવાનો CCTV કેમેરાઓની મદદથી ટ્રાફિક નિયમ ભંગ કરનારને પકડે છે, ત્યારબાદ નિષ્ણાંત એન્જીનીયરોની ટીમ RTOની સાઇટ પરથી વાહન માલિકની માહિતી મેળવી નિયમ ભંગ અનુસાર દંડ સાથેનો ઇ-મેમો બનાવે છે.

જો ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો ઇ-મેમો ઘરે પહોંચશે
નેત્રમ પ્રોજેકટ ગત્ત જાન્યુઆરી મહિનામાં શરૂ થયો

જે સ્પીડ પોસ્ટથી વાહન માલિકના ઘરે પહોંચે છે. નવસારીમાં પ્રોજેકટ શરૂ થયા બાદ જુલાઈ સુધીના 4 મહિનામાં કુલ 4,196 ઇ-મેમો અલગ-અલગ ટ્રાફિક નિયમ ભંગ બદલ નવસારીવાસીઓને મોકલાયા છે. જેમાંથી 2,145 ઇ-મેમો હજી ભરાયા નથી. જેથી અંદાજે 50 ટકા જેટલી રિકવરી બાકી છે. જો કે, મેમો નહીં ભરનારા સામે પણ સખ્ત કાર્યવાહી થઈ શકે છે. નવસારી જિલ્લામાં સૌપ્રથમ સુરક્ષાને ધ્યાને લઇ બીલીમોરા શહેર અને ત્યારબાદ ચીખલી ટાઉન વિસ્તારમાં CCTV કેમેરાઓ લગાવવામાં આવ્યા હતા, પરંતુ સુરક્ષાએ સાથે ટ્રાફિક નિયંત્રણ માટે નવસારી શહેરમાં નેત્રમ પ્રોજેકટ કાર્યરત થતા લોકો ટ્રાફિક નિયમો પ્રત્યે સજાગ થઈ રહ્યાં છે.

પોલીસ જવાનો CCTV કેમેરાઓની મદદથી ટ્રાફિક નિયમ ભંગ કરનારને પકડે છે.

ABOUT THE AUTHOR

...view details