ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાનો કહેર : લોકડાઉનને કારણે ફૂલોનું બજાર ઠપ્પ, ખેડૂતોને લાખોનું નુકશાન

ભારતમાં ફૂલોનું મોટું બજાર છે. રોજના હજારો ટન ફૂલો ગામડાઓથી મોટા શહેરો સુધી પહોંચે છે. ધાર્મિક સ્થાનો અને તહેવારો પર ફૂલોની વિશેષ માંગ રહે છે. જેમાં પણ ચૈત્રી નવરાત્રિના દિવસોમાં ફૂલોની વધુ માંગ હોય છે. ત્યારે કોરોનાના રાક્ષસને નાથવા જાહેર થયેલા લોકડાઉનને જાહેર કરવામાં આવ્યુ છે. જેને કારણે ફૂલોની ખેતી કરતા ખેડૂતોને લાખોનું નુકશાન વેઠવું પડી રહ્યું છે.

By

Published : Apr 2, 2020, 10:04 PM IST

etv Bharat
કોરોનાનો કહેર : લોક ડાઉનને કારણે ફૂલોનું બજાર ઠપ્પ, ખેડૂતોને લાખોનું નુકશાન

નવસારી: વિશ્વમાં કોરનાની માહામારીને કારણે ઉદ્યોગ ધંધાઓ ભાંગી પડ્યા છે. લોકોને કોરોનાથી બચાવવા ધાર્મિક સ્થાનો પણ લોક ડાઉનમાં બંધ થયા છે. ત્યારે નવસારી જીલ્લામાં પણ ઉદ્યોગો સાથેજ ખેતીને પણ મોટા નુકશાનની ભીતી સેવાઈ રહી છે. ખાસ કરીને બાગાયતી પાકો અને ફૂલોની ખેતીને મોટું નુકશાન થયું છે. નવસારી જિલ્લામાં ફૂલોની ખેતી પણ મોટા પ્રમાણમાં થાય છે.જયારે ચૈત્ર નવરાત્ર અને રામનવમીના દિવસોમાં ફૂલોની વધુ માંગ હોય છે, ત્યારે મંદિરો બંધ રહેતા રોજ ઉગતા લાખો ફૂલોને ખેડૂતો ફેંકવા પર મજબુર બન્યા છે. જેને કારણે નવસારી જિલ્લામાં ફૂલોની ખેતી કરતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન વેઠવું પડી રહ્યું છે.

નવસારી તાલુકાના મોહનપુર ગામે નીરજ નાયક જલબેરા અને ઓર્કિડ જેવા ફૂલોની મોટા પાયે ખેતી થાય છે. તેમાં મહીને અંદાજે દોઢ લાખ રૂપિયાનો ખર્ચો ફૂલોને ઉગાવવા તેમજ તેની માવજત પાછળ ખર્ચાય છે. રોજના 100 થી 150 જેટલા ફૂલોના બંચ બનાવી ગુજરાત સહીત દેશના મોટા શહેરોમાં પહોંચાડવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રને કારણે પણ ફૂલોની મોટી માંગ હોય છે, પરંતુ કોરોના વાઇરસ નામના રાક્ષસે ફૂલોની ખેતીને પણ મોટી અસર પહોંચાડી છે.અને ફૂલોનું માર્કેટ ઠપ્પ થયુ છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન બંધ થતા નવસારીથી સુરત, રાજકોટ, વડોદરા, મુંબઈ, કોલકત્તા જેવા શહેરોમાં જતા હજારો જલબેરા અને ઓર્કિડ ફૂલોને ખેડૂતો દિવસના અંતે ફેંકી દેવા મજબૂર બન્યા છે. જેને કારણે ખેડૂતોને મહીને અંદાજે 80 લાખ રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details