નવસારીવર્ષોની પરંપરા પ્રમાણે નવા વર્ષે અનાજનો પહેલો દાણો ભગવાનને અર્પણકરવામાં આવે છે. ત્યારે આજે નૂતન વર્ષ 7089 ના પ્રારંભે નવસારીના શ્રી સ્વામિનારાયણ મંદિરે 1344 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ (Divya Annakoot in Swaminarayan Temple) ધરવામાં આવ્યો હતો. સાથે જ હરિભક્તોએ મહાઆરતીમાંભાગ લઈ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સ્વામીનારાયણ મંદિરમાં દિવ્ય અન્નકૂટ, ભાવિકોને ભવ્ય દર્શનનો લ્હાવો
નવસારીમાં નવા વર્ષે અનાજનો પહેલો દાણો ભગવાનને સ્વામિનારાયણને અર્પણ કરાયો છે. શ્રી સ્વામિનારાયણ મંદિરે 1344 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ (Divya Annakoot in Swaminarayan Temple) ધરવામાં આવ્યો છે. હરિભક્તોએ મહાઆરતીમાં ભાગ લઈ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અન્નકૂટ મહોત્સવ હિન્દુ માન્યતા પ્રમાણે વિક્રમ સંવતના નવા વર્ષના પ્રાંરભે ખેડૂતો પોતાના ખેતરમાં પકવેલા ધાન્ય પાકો, શાકભાજી સહિત વિવિધ વાનગીઓ બનાવી ભગવાન શ્રીહરીને અર્પણ કરે છે. ત્યારબાદ પોતે એ ધાન્યનો ઉપયોગ કરે છે. જે પરંપરા અનુસાર આજે નૂતન વર્ષ 7089 ના પ્રારંભે નવસારીના ગ્રીડ સ્થિત BAPS સંસ્થાના સફેદ આરસપહાણથી નિર્મિત ભવ્ય ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો હતો.
જન્મ શતાબ્દી મહોત્સવ પ્રારંભે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ. સંતો દ્વારા ભગવાનની શોડોપચાર પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિર પરિવાર અને હરિભક્તો દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણને વિવિધ ધાન્ય સહિત 1344 વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા. અને ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ વર્ષે ડિસેમ્બરથી પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે, ત્યારે આજે સ્વામિનારાયણ મંદિરે પ્રમુખસ્વામીની જીવની સાથે સેવાકીય સત્કાર્યોને પણ દર્શવવમાં આવ્યા હતા.