નવસારીઃ જિલ્લો દીપડાઓનું અભ્યારણ બની રહ્યો છે. ગત દિવસોમાં જિલ્લાના ગણદેવી તાલુકામાં દીપડાઓએ નદી કિનારાના ગામડાઓમાં પશુઓનો શિકાર કરતા ગ્રામીણોઓમાં ભય ફેલાયો હતો. જોકે થોડા દિવસો અગાઉ ગણદેવી તાલુકામાંથી જ એક સાથે દીપડો અને દીપડી પાંજરે પુરાયા હતા. બાદમાં તાલુકાના પૂર્વ પટ્ટીના મટવાડ ગામે અંબિકા નદીને કિનારે આવેલા વીર સ્ટડ ફાર્મની આસ-પાસ દીપડો આંટા મારતો નજરે ચડ્યો હતો. જેથી ગણદેવા ગામના આગેવાને ગણદેવી વન વિભાગને જાણ કરતા, વન વિભાગે ઘટના સ્થળે પહોંચી બાવી ફળિયાની વાડીમાં મરઘાના મારણ સાથે પાંજરૂ ગોઠવ્યુ હતુ. જેમાં અઠવાડીયા બાદ આજે વહેલી સવારે એક કદાવર દીપડો શિકારની લાલચમાં પાંજરે પુરાયો હતો. દીપડાની દહાડને કારણે સ્થાનિકોના ટોળા તેને જોવા ઉમટી પડ્યા હતા.
નવસારીઃ ગણદેવા ગામની વાડીમાંથી કદાવર દીપડી પાંજરે પુરાઈ
નવસારીમાં છેલ્લા થોડા વર્ષોથી દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે, ખાસ કરીને શેરડી અને ડાંગરની કાપણી શરૂ થતા દીપડાઓ જોવા મળતા હોય છે, જયારે જિલ્લાના બાગાયતી વિસ્તાર એવા ગણદેવીમાં ખોરાકની શોધમાં દીપડાઓ આવતા રહે છે. જેમાં ગણદેવી તાલુકાના ગણદેવા ગામે થોડા દિવસોથી દેખાતો દીપડો આજે રવિવારે વહેલી સવારે પિંજારામાં પુરાતા ગણદેવી વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.
ગણદેવા ગામની વાડીમાંથી કદ્દાવાર દીપડી પાંજરે પુરાઇ
ગણદેવી વન વિભાગને જાણને થતા ઘટના સ્થળે પહોંચી વન વિભાગે દીપડાના પાંજરાનો કબજો લઇ તેને એંધલ ડેપો લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક તપાસમાં પાંજરામાં અઢી વર્ષની દીપડી હતી, જેને ઉચ્ચ અધિકારીઓના આદેશાનુસાર જંગલમાં છોડવામાં આવશે.