નવસારી: ગુજરાત સરકારે અનલોક-1માં ઘણી છૂટછાટો આપી છે, પરંતુ કસરત થકી શરીરને તંદુરસ્ત રાખતા જીમ તેમજ માર્શલ આર્ટસ કલાસીસોને બંધ રાખ્યા છે. જેથી અઢી મહિનાથી આર્થિક સંકડામણ અનુભવતા જીમ ઈન્સ્ટ્રકટરો તેમજ માર્શલ આર્ટસ ચલાવતા શિક્ષકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ફીટ ઇન્ડિયા મુવમેન્ટને ધ્યાને રાખી જીમ અને માર્શલ આર્ટસ કલાસીસને શરૂ કરવાની માંગણી કરી હતી.
જીમ અને માર્શલ આર્ટસ કલાસીસ શરૂ કરવાની માગ, જિલ્લા અધિક કલેકટરને પાઠવ્યું આવેદન પત્ર - કલેકટરને પાઠવ્યું આવેદન પત્ર
ગુજરાત સરકારે અનલોક-1માં ઘણી છૂટછાટો આપી છે, પરંતુ કસરત થકી શરીરને તંદુરસ્ત રાખતા જીમ તેમજ માર્શલ આર્ટસ કલાસીસોને બંધ રાખ્યા છે. જેને કારણે સરકાર ફીટ ઇન્ડિયા મુવમેન્ટને ધ્યાને રાખી જીમ શરૂ કરવાની મંજૂરી આપેની માગ સાથે નવસારીના જીમ અને માર્શલ આર્ટ કલાસીસના ટ્રેનરો દ્વારા જિલ્લા અધિક કલેકટર કમલેશ રાઠોડને આવેદનપત્ર પાઠવાયુ હતુ..
કોરોનાની મહામારીમાં ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા સંપૂર્ણ લોકડાઉનમાં સરકારે ધીમે-ધીમે છૂટછાટ આપવાનું શરૂ કર્યા બાદ અનલોક-1માં હોટલ, રેસ્ટોરન્ટ તેમજ મંદિરોને શરતોને આધીન ખોલવાની મંજૂરી આપી છે, પરંતુ લોકોને તંદુરસ્ત રાખતા જીમ અને માર્શલ આર્ટસ કલાસીસને કોરોનાનું સંક્રમણ વધવાની સંભાવના દર્શાવી સરકાર દ્વારા બંધ રાખ્યા છે. જેને કારણે જીમ પર નભતા લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. સાથે જ જીમમાં કામ કરતા ટ્રેનર અને અન્ય સ્ટાફનો પગાર કરવાનું પણ મુશ્કેલ બનતા ઘણા પરિવારોને આર્થિક સંકડામણ અનુભવવી પડે છે.
જેથી આજે સોમવારે શહેરમાં ચાલતા 25 જીમ અને 15 માર્શલ આર્ટસ કલાસીસના એસોસીએશન દ્વારા શહેરના લુન્સીકુઈ ખાતે સોશિયલ ડીસ્ટનસિંગ રાખી પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી, સરકાર ફીટ ઇન્ડિયા મુવમેન્ટને ધ્યાને રાખી જીમ શરૂ કરવાની મંજૂરી આપોની માગ સાથે નવસારીના જીમ અને માર્શલ આર્ટ કલાસીસના ટ્રેનરો દ્વારા જિલ્લા અધિક કલેકટર કમલેશ રાઠોડને આવેદનપત્ર પાઠવ્યુ હતુ..