ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં બોરીયાચ ટોલનાકા પર વાહનોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવાની માંગ - toll tax near the boriya

નવસારીમાં નેશનલ હાઇવે નં. 48 બોરીયાચ ગામ નજીક સરકારી નિયમાનુસાર ફરજિયાત ટોલ ટેક્ષ કરવામાં આવ્યો છે. ત્યારે નવસારી જિલ્લાના લોકોએ આ ટેક્ષમાંથી મુક્તિ મેળવવાની માગ સાથે જિલ્લા કલેક્ટર પ્રીતિ ઠક્કરને આવેદનપત્ર આપ્યું છે.

નાયબ કલેકટર પ્રીતિ ઠક્કરને આવેદન પત્ર
નાયબ કલેકટર પ્રીતિ ઠક્કરને આવેદન પત્ર

By

Published : Jan 29, 2021, 7:46 AM IST

  • ફાસ્ટ ટેગ ફરજિયાત થતાં સ્થાનિક વાહનોને ટોલ ટેક્ષથી મુક્તિની માંગ
  • 7 હજારથી વધુ વાહનોની અવર-જવર
  • ટોલટેક્ષમાંથી મુક્તિ નહિ અપાય તો આંદોલનની ચેતવણી

નવસારી : નેશનલ હાઇ-વે નં. 48 પર આવેલા નવસારીના બોરીયાચ ગામ પાસેના ટોલનાકા પરથી પસાર થતા વાહનોએ 15 ફેબ્રુઆરીથી સરકારી નિયમાનુસાર ફરજીયાત ફાસ્ટટેગથી ટોલટેક્ષ ભરવો પડશે. જેમાં નવસારી જિલ્લાના સ્થાનિક 7 હજાર જેટલા વાહનોનો પણ સમાવેશ થશે, જેથી નવસારીના GJ-21 વાહનોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવાની માંગ સાથે નવસારીની કર સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

15 ફેબ્રુઆરીથી ફાસ્ટટેગ ફરજિયાત

ભારત સરકાર દ્વારા નેશનલ હાઇ-વે પરથી પસાર થતા વાહનો પાસે ટોલટેક્ષ વસુલવામાં આવે છે. જેમાં જ્યાં ટોલનાકા હોય, ત્યાંના સ્થાનિક વાહનોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવામાં આવતી હોય છે. પરંતુ હવે સરકારે ફાસ્ટ ટેગ દ્વારા ઓનલાઇન ટેક્ષ વસુલવાનું નક્કી કર્યું છે અને એક વર્ષ અગાઉથી એની અમલવારી પણ શરૂ કરી હતી, પરંતુ એને ફરજીયાત બનાવ્યુ ન હતુ. 15 ફેબ્રુઆરીથી ભારત સરકાર દ્વારા ફાસ્ટટેગને ફરજીયાત કરવામાં આવી રહ્યું છે, જેને કારણે જ્યાં-જ્યાં ટોલનાકા છે, ત્યાંના વાહનચાલકોએ પણ ટોલટેક્ષ ચૂકવવો પડશે.

નાયબ કલેકટર પ્રીતિ ઠક્કરને આવેદન પત્ર

દરરોજના 7 હજારથી વધુ વાહનોની અવર-જવર

નવસારી જિલ્લામાં પણ બોરીયાચ ગામ પાસે ટોલનાકુ કાર્યરત છે, જ્યાંથી નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા સહિતના વિસ્તારોમાંથી રોજના અંદાજે 7 હજારથી વધુ વાહનો આવર-જવર કરે છે. નવી નીતિ લાગુ થતા નવસારીના GJ-21 ના વાહનોને પણ ટેક્ષ ચુકવવો પડશે. જેથી કોરોનાકાળમાં જ્યાં લોકોની આર્થિક સ્થિતિને અસર થઇ છે, ત્યારે નવસારીના વાહનોને બોરીયાચ ટોલનાકા પર ટોલટેક્ષમાંથી મુક્તિ આપવામાં આવે, એવી માંગણી સાથે નવસારીના કર સમિતિ દ્વારા નવસારીના નાયબ કલેકટર પ્રીતિ ઠક્કર મારફતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. જેમાં 15 ફેબ્રુઆરી પહેલા નિર્ણય લેવાની માંગ કરાઈ છે, નહી તો આંદોલનની ચેતવણી આપી છે. સાથે જ ટોલનાકા પાસે સર્વિસ રોડ બનાવવાની માંગણી પણ ઉચ્ચારી હતી.

નાયબ કલેકટર પ્રીતિ ઠક્કરને આવેદન પત્ર

ABOUT THE AUTHOR

...view details