- આદિવાસી આગેવાનોએ પોલીસ મથકનો કર્યો ઘેરાવ
- પોલીસ કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ
- જિલ્લા પોલીસ અધિક્ષકે તટસ્થ કાર્યવાહીની ખાતરી આપતા ધરણા
નવસારી:ચીખલી પોલીસ મથકમાં ડાંગના 2 શકમંદ આદિવાસી યુવાનોની પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રકારણમાં 11 દિવસો થવા છતાં હત્યારોપીઓની ધરપકડ ન થતા અને આરોપીઓએ આગોતરા જામીન મુક્તા લોકોમાં આક્રોશ ફેલાયો છે.
ચીખલી પોલીસ મથકે ઘેરાવો
જેને પગલે આજે સાંજે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી આગેવાનોએ ચીખલી પોલીસ મથકે ઘેરાવો કર્યો હતો, ત્યારબાદ પોલીસ મથક નજીક હત્યારોપી પોલીસ કર્મીઓની ધરપકડની માગ સાથે ધરણા પર બેસી જતા જિલ્લા પોલીસ અધિક્ષકે ચીખલી પહોંચી તટસ્થ કાર્યવાહીની ખાતરી આપવી પડી હતી. જોકે 9 ઓગષ્ટ સુધીમાં આરોપીઓની ધરપકડ ન થાય તો ફરી પોલીસ મથકનો ઘેરાવો કરવાની ચેતવણી પણ આપીવામાં આવી હતી.
આદિવાસી આગેવાનોની રજૂઆતો
આ ઘટનામાં આદિવાસી આગેવાનોની રજૂઆતો અને રાજકિય વાતાવરણ બનતા ગત 27 જુલાઈના રોજ મૃતક યુવાનોના પરિવારજનોની લેખિત ફરિયાદને જ FIRમાં ફેરવી ચીખલીના PI એ. આર. વાળા, PSI એમ. બી. કોકણી, HC શક્તિસિંહ ઝાલા, PC રાજેન્દ્ર રાઠોડ, PC રામજી યાદવ અને અન્ય એક ઈસમ સામે પોલીસે હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકને સોંપી હતી. ફરિયાદ નોંધાયાને 11 દિવસો વિતવા છતાં પોલીસ તપાસ કઈ દિશામાં થઈ રહી છે, આરોપીઓને અત્યાર સુધીમાં કેમ પકડવામાં આવ્યા નથી, જેવા સવાલો લોક માનસમાં ઉઠ્યા હતા.
આ પણ વાંચો:સાબરકાંઠાના સંચેરી ગામની મહિલા સાથે દુરાચાર, 6 સામે નોંધાઈ ફરિયાદ