ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંસદામાં શબરી માતા વનનું લોકાર્પણ કરવામાં આવ્યું - ગણપત વસાવા

રવિવારે ગુજરાત વન વિભાગ દ્વારા નવસારીના વન સન્પદાથી ભરપુર અને આદિવાસી બાહુલ્ય ધરાવતા વાંસદાના આંબાબારી ગામે 70થી વધુ ઔષધીઓ સાથેનું શબરી માતા આરોગ્ય વનનું લોકાર્પણ રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાને હસ્તે કરવામાં આવ્યું હતું.

ETV BHARAT
વાંસદામાં શબરી માતા વનનું લોકાર્પણ કરવામાં આવ્યું

By

Published : Aug 9, 2020, 11:47 PM IST

નવસારી: કોરોના મહામારી સામે લડવામાં આયુર્વેદિક ઉકાળો તેમજ આર્યુવેદિક ઉપચાર કારગર સાબિત થયું છે, ત્યારે રવિવારે ગુજરાત વન વિભાગ દ્વારા નવસારીના વન સન્પદાથી ભરપુર અને આદિવાસી બાહુલ્ય ધરાવતા વાંસદાના આંબાબારી ગામે 70થી વધુ ઔષધીઓ સાથેનું શબરી માતા આરોગ્ય વનનું લોકાર્પણ રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાને હસ્તે કરવામાં આવ્યું હતું.

વાંસદામાં શબરી માતા વનનું લોકાર્પણ કરવામાં આવ્યું

નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો અને ડાંગ જિલ્લો જંગલ અને વન્ય સન્પદાથી ભરપુર છે. અહીં વર્ષોથી આદિવાસીઓ બિમારીમાં એલોપથી નહીં, પરંતુ આર્યુવેદિક ઔષધીઓ આપનારા ભગતોની દેશી દવા ઉપર વિશ્વાસ રાખે છે. જે તેમને કોરોના જેવી મહામારીમાં પણ સ્વસ્થ રાખવા અકસીર છે. વાંસદાના જંગલ વિસ્તારોમાં 70 થી વધુ ઔષધીઓ મળે છે. જેથી આ ઔષધીઓ અંગે લોકોને માહિતગાર કરવા અને ઔષધોના સેવન થકી નિરોગી આરોગ્ય પ્રાપ્ત કરે એવા ઉમદા ઉદ્દેશ્યથી રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વાંસદાના આંબાબારી ગામે 0.5 એકરમાં ભગવાન શ્રી રામને એંઠા બોર ખવડાવી, તેમના આરોગ્યની ચિંતા કરનાર માતા શબરીનાં નામથી શબરી માતા આરોગ્ય વનનુ નિર્માણ કર્યુ છે. જેનું લોકોર્પણ રવિવારે રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવા અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

વાંસદામાં શબરી માતા વનનું લોકાર્પણ કરવામાં આવ્યું

આ સાથે જ પર્યાવરણ પ્રધાને વિનામુલ્યે ઔષધીય રોપા વિતરણ વાહનને પ્રસ્થાન કરાવ્યું હતું. વાંસદાના શબરી માતા વનમાં માનવ આકારમાં ઔષધીઓના છોડ રોપવામાં આવ્યા છે અને માનવીના અંગો પર જે ઔષધી અસરકારક હોય, તેને માનવીના એજ અંગ વિસ્તારમા રોપવામાં આવે છે અને તેની સાથે તેના આયુર્વેદિક ગુણની માહિતી પણ મુકવામાં આવી છે. સાથે જ સાપુતારા જતા સહેલાણીઓને આકર્ષવા બટરફ્લાય પાર્ક, તુલસી વાટિકા, વન કુટિર સહિત જૈવિક ખેતી અને ઔષધીઓની માહિતી માટેનું કેન્દ્ર પણ ક્રિયાન્વિત કરાયું છે.

ABOUT THE AUTHOR

...view details