- કોરોનાની ટૂંકી સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
- મુનાફ માસ્તરના અવસાનથી ગણદેવી ભાજપ સહિત પંથકમાં શોકની લાગણી
- ગણદેવીએ એક સેવાભાવી વ્યક્તિત્વ ગુમાવ્યુ
- ગણદેવીને બનાવી હતી કર્મભૂમિ
નવસારી :નવસારી જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વિકરાળ બની રહ્યો છે, જેમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ગણદેવીના કર્મઠ ભાજપી કાર્યકર અને હંમેશા લોકોની સેવામાં તત્પર રહેનારા મુનાફ માસ્તર ત્રીજીવાર ગણદેવી નગરપાલિકાના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. ગણદેવીમાં સત્તા સંભાળ્યા બાદ ભાજપે મુનાફ માસ્તરને કારોબારી અધ્યક્ષની જવાબદારી સોંપી હતી. give the best for countryના જીવનમંત્ર સાથે કામ કરતા માસ્તર હંમેશા લોકસેવામાં અગ્રેસર રહ્યા હતા. જેઓ ચાર દિવસ અગાઉ કોરોનાની ઝપેટમાં આવતા તેમને સારવાર અર્થે આલીપોરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં આજે કોરોનાની ટૂંકી સારવાર બાદ મુનાફ માસ્તરે અંતિમ શ્વાસ લીધા હતા.