- દાંડીયાત્રાના બીજા દિવસે લુન્સીકુઈથી મટવાડ સુધી ચાલી યાત્રા
- નાની પેથાણ ગામેથી કેન્દ્રીય પ્રધાન મનસુખ મંડાવીયા દાંડીયાત્રામાં જોડાયા
- કરાડી ખાતે બાપુની ઝૂંપડીના કર્યા દર્શન
નવસારી: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આરંભાયેલી દાંડીયાત્રા તેના અંતિમ ચરણમાં પહોંચી છે. ત્યારે ગઈકાલે રવિવારે નવસારીના લુન્સીકુઈથી શરૂ થયેલી યાત્રામાં નાની પેથાણ ગામેથી કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા જોડાયા હતા. જેમણે કરાડી સ્થિત બાપુની ઝૂંપડીએ પહોંચીને મહાત્માને સુતરની આટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે જ તેમણે દાંડીયાત્રા મહાત્મા ગાંધીજીના શાશ્વત મુલ્યોને ચરિતાર્થ કરવા અને નવી પેઢીને ગાંધી વિચારોથી પ્રેરિત કરવા મહત્વની ગણાવી હતી.
કાંઠાની બહેનોએ ગાંધી ભજનો સાથે યાત્રાને આવકારી
આઝાદીના પ્રવેશદ્વાર સમાન મીઠાના સત્યાગ્રહ માટે કરાયેલી 241 માઈલની દાંડીકૂચને 75 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ભારત સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 માર્ચે શરૂ કરાવેલી દાંડીયાત્રા નવસારી પહોંચી છે. જે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી હતી. સવારે નવસારીના લુન્સીકુઈથી નીકળીને વિજલપોર થઈ એરૂ ચાર રસ્તા પહોંચી હતી. જ્યાં આગેવાનો અને પદયાત્રીએ મહાત્માને સુતરની આટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પણ વાંચો:અમદાવાદથી નિકળેલી દાંડીયાત્રા ૩ એપ્રિલે પહોંચશે નવસારી