- 20 ફિઝિયોથેરાપીસ્ટ તેમજ ડૉક્ટરોની ટીમ રહી યાત્રિકો સાથે
- દરરોજ અંદાજે 25 કિમીનું અંતર કાપી યાત્રા પહોંચી દાંડી
- ભીડ વચ્ચે પણ યાત્રીઓ કોરોના સંક્રમણથી રહ્યા દૂર
- યાત્રિકોએ દિવસે 11થી 4 વાગ્યા સુધી 5 કલાકનો આરામ
નવસારીઃ આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભે ભારત સરકારે દેશવાસીઓ આઝાદીના શિલ્પીઓને યાદ કરે અને મહાત્મા ગાંધીજીના વિચારોથી વાકેફ થાય એ હેતુથી શરૂ કરેલી 91મી દાંડીયાત્રા 81 યાત્રિકો સાથે યોજાઇ હતી. યાત્રાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો. જે યાત્રા 25 દિવસમાં 100થી વધુ ગામડાઓ અને 15 શહેરોમાંથી પસાર થઈ, 241 માઇલનું અંતર કાપી નવસારીના ઐતિહાસિક દાંડી પહોંચી હતી.
20 ફિઝિયોથેરાપીસ્ટ તેમજ ડૉક્ટરોની ટીમ રહી યાત્રિકો સાથે આ પણ વાંચોઃ દાંડી યાત્રિકો નાપા ગામ ખાતે વિશ્રામ કરી બોરસદ જવા રવાના થશે
9 યાત્રીઓએ એક એમ 81 યાત્રિકો માટે 9 કેર ટેકરો રહ્યા સેવામાં
મહાત્મા ગાંધીજી દ્વારા યોજવામાં આવેલી દાંડીકૂચ સુવિધાસભર ન હતી અને હાલમાં નિકળેલી દાંડીયાત્રા સુવિધાસભર રહી હતી. યાત્રા દરમિયાન 81 યાત્રિકોની સેવામાં 20 ફિઝિયોથેરાપીસ્ટ સાથે ડૉક્ટરોની ટીમ તેમજ 9 યાત્રીઓએ એક એમ 81 યાત્રિકો માટે 9 કેર ટેકરો પણ હતા. જેથી યાત્રિકોને ચાલતા-ચાલતા પગમાં ફોલ્લા પડે કે પગ દુ:ખે, થાક લાગે તો તેમને તાત્કાલિક ફિઝિયોથેરાપી આપવામાં આવતી હતી. સવારે 8 વાગ્યે યાત્રા શરૂ કરી 11 વાગ્યે વિરામ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ભોજન સાથે 5 કલાકના વિરામ બાદ સાંજે 4 વાગ્યા બાદ યાત્રા આગળના ગંતવ્ય સ્થાને પહોંચતી હતી. જ્યારે યાત્રા દરમિયાન માર્ગમાં યાત્રિકોનું ભવ્ય સ્વાગત સાથે જ્યુસ, છાસ, પાણીની બોટલો વગેરેની પણ વ્યવસ્થા મળતી હતી. જેથી કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર 91મી દાંડીયાત્રાના 81 યાત્રિકો ઐતિહાસિક દાંડી પહોંચ્યા હતા.
દરરોજ અંદાજે 25 કિમીનું અંતર કાપી યાત્રા પહોંચી દાંડી આ પણ વાંચોઃ દાંડી યાત્રિકો એક દિવસના વિરામ બાદ આણંદ જિલ્લાના નાપા-વાંટા ગામ જવા રવાના
385 કિમીની યાત્રામાં સેંકડોની થઈ ભીડ, પણ યાત્રિકો કોરોનાથી રહ્યા દૂર
અમદાવાદથી 81 યાત્રિકો સાથે નિકળેલી દાંડીયાત્રાએ 25 દિવસ અને 385 કિમીનું અંતર કાપી નવસારીના દાંડી પહોંચી હતી. કોરોના કાળ હોવા છતાં યાત્રિકોના સ્વાગતમાં સેંકડો-હજારોની ભીડ થતી હતી. યાત્રિકો અલગ-અલગ લોકોના સંપર્કમાં આવ્યા હતા તેમ છતાં કોરોના સંક્રમણથી બચ્યા હતા. જ્યારે નવસારી પહોંચેલી યાત્રામાં 9 અથવા 11 લોકો પોઝિટિવ હોવાની લોક ચર્ચા પણ થઈ હતી, જોકે યાત્રિકોએ પોતે જ કોરોના સંક્રમણની વાતને ફગાવી હતી.