નવસારીનાની નગરપાલિકાના વિવાદો મોટા ચાલી રહ્યાં છે. હાલ બીલીમોરા નગરપાલિકા (Bilimora Municipality )દ્વારા બીલીમોરા જલારામ મંદિર સામે પાર્ટી પ્લોટ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં માટી પુરાણનો કોન્ટ્રાક્ટ સુરતના નીતિન કલસરિયાને આપવામાં આવ્યો છે. જેમણે વળી આ માટી પુરાણનો પેટા કોન્ટ્રાક્ટ (Bilimora Municipality contract )બીલીમોરા નગરપાલિકાના સભ્ય અને શાસક પક્ષના નેતા હરીશ ઓડને આપ્યો છે. આ પાર્ટી પ્લોટમાં પુરાણમાં નાખવામાં આવતી માટી હરીશ ઓડ અંબિકા નદી પાસે આવેલ બીલીમોરામાં દલિત સમાજના સ્મશાનમાંથી (Dalit community cremation ground in Bilimora )કાઢી ગયાં છે. દલિત સમાજની વર્ષો જૂની સ્મશાન ભૂમિમાંથી જેસીબી મૂકી લાગલગાટ ગેરકાયદેે માટી ખોદાણ (Illegal soil mining )કરી નાંખ્યું હતું.
આ પણ વાંચો બીલીમોરા પાલિકાના કારોબારી અધ્યક્ષની કરતૂત સામે આવી, ફટકારાઇ નોટીસ
સમાજની લાગણીને ભારે ઠેસ પહોંચીસ્મશાન ભૂમિની (Dalit community cremation ground in Bilimora )માટીનું ખોદાણ એટલું બધું કરી દેવામાં આવ્યું છે કે દલિત સમાજના સભ્યોના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ બહાર નીકળી આવતા દલિત સમાજમાં આક્રોશ વ્યાપ્યો હતો. સ્મશાન ભૂમિમાં દફન કરવામાં આવેલ સ્વજનોના મૃત્યુદેહોના અવશેષો હાડકા ખોપરી બહાર નીકળીને રઝળતી થઈ છે. તેને કુતરા ડુકકર જેવા પ્રાણીઓ ખેંચી જતા જોઈ સમાજની લાગણીને ભારે ઠેસ પહોંચી છે. પોતાની સ્મશાનભૂમિમાં પાલિકાના પાર્ટી પ્લોટ માટે ગેરકાયદે માટી ખોદી (Illegal soil mining )નાખતા સ્વજનોના અવશેશો બહાર નીકળી આવતા દલિત સમાજની લાગણીને ભારે ઠેસ પહોચી છે.