બિપરજોઈ વાવાઝોડાને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર થયું એલર્ટ નવસારી : હવામાન વિભાગની આગાહી ધ્યાને લઈ ગુજરાતના તમામ દરિયાકિનારાઓ પર સંભવિત વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ દરીયાકિનારા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં લોકોને દરિયાકિનારે ન જવા માટે અપીલ કરાય છે.
લોકોને તકેદારી રાખવા કરી અપીલ : નવસારીમાં બિપરજોઈ વાવાઝોડાની સંભાવનાને જોતા નવસારી જિલ્લા તંત્ર એ પણ જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. જેમાં નવસારીના 52 કિલોમીટરના દરિયા કાંઠેના 16 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ગણદેવીના છ અને જલાલપુરના 10 મળી કુલ 16 ગામોમાં વર્ગ એકના અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં જઈ ગ્રામીણનો સાથે બેઠક કરી વાવાઝોડાના સમયે કેવી તકેદારી રાખવી અને ગ્રામજનો દરિયા કિનારે ન જાય તેવી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
જાગૃતિના પ્રયાસ : તો બીજી તરફ ગણદેવી જલાલપુર વિસ્તાર તેમજ કાંઠા વિસ્તારના ગામડાઓમાં તંત્ર દ્વારા રીક્ષા ફેરવીને વાવાઝોડાના સમયે કેવી તકેદારી રાખવી તેમજ જાગૃતિના પ્રયાસ પણ કરવામાં આવ્યા છે. હાલ તો નવસારી જિલ્લા તંત્ર જાગૃતિ અભિયાન ચલાવવાની સાથે વાવાઝોડાની અસરની સંભાવના પર ચાંપતી નજર રાખી બેઠું છે, ઉલ્લેખનીય છે કે, હાલ ઉભરાટના દરિયા પર વર્તાય છે, આજે સવારે ઉભરાટના દરિયા ખાતે કરંટ જોવા મળ્યો હતો સાથે 10થી 15 ફૂટ મોજા ઉછળ્યા હતા જેને લઈને દરિયાનું પાણી ગામની હદ સુધી પહોંચી ગયું હતું.
દરિયાકિનારે સતત મોનિટરિંગ : નવસારી જિલ્લાના બીલીમોરાના માછીવાડ ધોલાઈ સહિતના વિસ્તારોમાં ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તમામ અધિકારીઓને પોતાનું હેડકવાટર ન છોડવા કલેકટર દ્વારા સૂચના અપાય છે. આ સાથે જ જે માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા છે તેમને પણ પરત બોલાવવાની કામગીરી કરાઈ રહી છે. નવસારી જિલ્લા નાયબ કલેકટર અને તેમની ટીમ દ્વારા આ અંગે સતત મોનિટરિંગ કરીને સંભવિત વાવાઝોડાની પહેલા તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે.
- Cyclone Biparjoy: કચ્છના દરિયાકાંઠાના 9000 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે: ઋષિકેશ પટેલ
- Cyclone Biparjoy : જામનગર એસએસબી ગ્રાઉન્ડ પર આવી એનડીઆરએફની એક ટીમ, ઈન્સ્પેકટરે કરી ખાસ વાત
- Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોયને લઈને PM મોદીની સમીક્ષા બેઠક, 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણ બંધ કરાશે