ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy : નવસારીમાં પવને પકડી રફતાર, વૃક્ષો ધરાશાયી થતા વીજળી ગુલ

નવસારી શહેરમાં વાવાઝોડાને લઈને પવને ભારે રફતાર પકડી છે. પવનની તેજ રફતારથી શહેરમાં વિવિધ જગ્યાએ પાંચથી સાત જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષ ધરાશાયી થતાં થોડા સમય માટે વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. તો બીજી તરફ વરસાદી ઝાપટા પણ પડયા હતા.

Cyclone Biparjoy : નવસારીમાં પવને પકડી રફતાર, વૃક્ષો ધરાશાયી થતા વીજળી ગુલ
Cyclone Biparjoy : નવસારીમાં પવને પકડી રફતાર, વૃક્ષો ધરાશાયી થતા વીજળી ગુલ

By

Published : Jun 13, 2023, 10:10 PM IST

નવસારીમાં પવને પકડી રફતાર, વૃક્ષો ધરાશાયી થતા વીજળી ગુલ

નવસારી : શહેરમાં બિપરજોય વાવાઝોડાની અસરના ભાગરૂપે પવનની ગતિમાં વધારો જોવા મળ્યો છે. ભારે પવનના કારણે નવસારીના અલગ અલગ વિસ્તારમાં પાંચથી સાત જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે વહીવટી તંત્રની સૂચના અનુસાર ઊંચી હાઈટ પર લગાવેલા હોલ્ડિંગ ઉતારી લેવામાં આવ્યા છે. બપોર બાદ આકાશમાં કાળા વાદળો ઘેરાતા વરસાદી ઝાપટા પડવાથી લોકોને બફારાથી રાહત મળી છે પરંતુ ચિંતાનું મોજું પણ માંથે ફરી રહ્યું છે.

શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર મહત્વની સૂચનાઓ આપી દેવામાં આવી છે. જિલ્લામાં કાંઠા વિસ્તાર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જલાલપુર, ગણદેવી તેમજ દરિયા કાંઠાના ગામોમાં લગાવેલા બેનરો તેમજ શહેરમાં લગાવેલા બેનરો તાત્કાલિક ધોરણે ઉતારી લેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. તો બીજી તરફ પવનથી ઊડીને નુકસાન કરી શકે તેવા છત પર લગાવેલા પતરા ફાઉન્ડેશન વગરની સોલાર પેનલ તેમજ પાલતુ પ્રાણીઓને સલામત સ્થળે ખસેડવા માટે લોકોને સમજુત કરવા અંગેની તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. - કેતન જોશી (નવસારી અધિક કલેકટર)

વાવાઝોડામાં નવસારીની હાલત :નવસારી શહેરમાં બપોર બાદ વાવાઝોડાની અસર જોવા મળી હતી. વાવાઝોડાની અસરના ભાગરૂપે પવનની ગતિમાં વધારો થતા દિવસ દરમિયાન 15 કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને લઇને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાંચથી સાત જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા, પરંતુ સદનસી મેં કોઈ જાનહાનિ થઈ ન હતી. શહેરના મુખ્ય વિસ્તાર એવા લુન્સીકુઈ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં વૃક્ષો વીજ પોલ પર પડી ગયું હતું. જેથી વીજ પોલ તૂટી પડ્યો હતો.

કાળા ડિબાંગ વાદળો :વીજ પોલ પડવાથી થોડા સમય માટે વીજળીની વ્યવસ્થા ખોવાઈ હતી, પરંતુ ફાયર વિભાગ અને જીઈબીના સંયુક્ત કામગીરીથી ફરી જનજીવન રાબેતા મુજબ થઈ ગયું હતું. તો બીજી તરફ નવસારી શહેરમાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર વહીવટી તંત્રની સૂચના દ્વારા શહેરમાં ઊંચી હાઇટ પર લગાવવામાં આવેલા મોટા હોલ્ડિંગો ઉતારી લેવામાં આવ્યા હતા. સાંજ થતા જ ભારે પવન સાથે કાળા ડિબાંગ વાદળો આકાશમાં ઘેરાયા હતા. જેને લઈને વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ હતી.

  1. Cyclone Biparjoy : કચ્છમાં વાવાઝોડાની પુર્વ તૈયારીઓને લઈને માંડવીયાએ કરી ચર્ચા, 2 લાખ પશુઓને ખસેડવા કામગીરી હાથ ધરાશે
  2. Biparjoy Cyclone : રાજકોટમાં ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ, 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે
  3. Cyclone Biparjoy : વાવાઝોડાના ઉછળતા મોજા વચ્ચે ઊંચા કોટડામાં ચામુંડાના દરવાજા ખુલ્લા, જૂઓ દરિયાકિનારેથી ગ્રાઉન્ડ રિપોર્ટ

ABOUT THE AUTHOR

...view details