નવસારીમાં જોવા મળી વાવાઝોડાની અસર નવસારી:ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાનો કહેર યથાવત છે. ત્યારે આજે એની અસર નવસારી માં પણ જોવા મળી હતી. જેને લઈને નવસારીનો દરિયો સામાન્ય દિવસોની સરખામણીમાં વધારે તોફાની બન્યો હતો. જેને લઈને તંત્ર પણ એલર્ટ બન્યું હતું.
નવસારીમાં જોવા મળી વાવાઝોડાની અસર:નવસારી શહેરમાં બપોર બાદ વાવાઝોડાની અસર જોવા મળી હતી. વાવાઝોડાની અસરના ભાગરૂપે પવનની ગતિમાં વધારો થતા દિવસ દરમિયાન 15 કિ.મીથી વધુ ની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાને પગલે જિલ્લામાં છૂટાછવા વરસાદી ઝાપટા પણ ચાલુ થયા હતા. જેમાં નવસારી અને જલાલપુર તાલુકામાં ત્રણ એમએમ વરસાદ નોંધાયો હતો.
શહેરમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે હેતુસર મહત્વની સૂચનાઓ આપી દેવામાં આવી છે. જેમાં જલાલપુર ગણદેવી તેમજ દરિયા કાંઠાના ગામોમાં લગાવેલા બેનરો તથા શહેરમાં લગાવેલા બેનરો તાત્કાલિક ધોરણે ઉતારી લેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. બીજી તરફ પવનથી ઊડીને નુકસાન કરી શકે તેવા છત પર લગાવેલા પતરા ફાઉન્ડેશન વગરની સોલાર પેનલ તથા પાલતુ પ્રાણીઓને સલામત સ્થળે ખસેડવા માટે લોકોને સમજુત કરવા અંગેની તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. જિલ્લામાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે હેતુસર વહીવટી તંત્ર બાજ નજર રાખી બેઠું છે. - નવસારી અધિક કલેકટર કેતન જોશી
વીજ પુરવઠો ખોરવાયો: જિલ્લાના અન્ય તાલુકામાં ભારે પવન ફૂંકાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના ધડાકા થતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો શહેરમાં અલગ અલગ પાંચ થી સાત જગ્યાએ વૃક્ષો ધરાસાયા થયા હતા પરંતુ સદનસી મેં કોઈ જાનહાનિ થઈ ન હતી. વહીવટી તંત્ર કોઈ અનિષ્ટનીય ઘટના ન બને તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.
- Cyclone Biparjoy Landfall Impact: કચ્છમાં વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ થયેલ નુકસાનીની વિગતો
- Cyclone Biparjoy Landfall Impact : ઉપલેટાની કેનાલમાં સાફ સફાઈ ન થતા ખેતરોમાં પાણી ઘૂસ્યા, વાવેતર પાકોને નુકસાન