ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy: ઐતિહાસિક દાંડી સ્મારક પ્રવાસીઓ માટે 13 જૂનથી 16 જૂન સુધી બંધ રહેશે - તંત્ર દ્વારા સતત મોનિટરિંગ

બિપરજોય વાવાઝોડાને લઈને નવસારીમાં ઐતિહાસિક દાંડી સ્મારક 13 જૂનથી 16 જૂન સુધી બંધ રહેશે. ગુજરાત રાજ્ય ટુરિઝમ વિભાગ દ્વારા પ્રવાસીઓની સુરક્ષા અને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 17 જૂનથી ફરી પ્રવાસીઓ માટે ચાલુ કરવામાં આવશે.

Cyclone BiparCyclone Biparjoy:joy:
Cyclone Biparjoy:

By

Published : Jun 14, 2023, 6:34 PM IST

Updated : Jun 14, 2023, 9:53 PM IST

ઐતિહાસિક દાંડી સ્મારક 16 જૂન સુધી બંધ રહેશે

નવસારી: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. કેન્દ્ર સરકારની નજર પણ સંભવિત પરિસ્થિતિ અને તૈયારી પર છે. ત્યારે નવસારી ખાતે આવેલ ઐતિહાસિક દાંડી સ્મારકને 16 જુન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય ટુરીઝમ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય

ઐતિહાસિક દાંડી સ્મારક બંધ: નવસારીના ઉભરાટ અને દાંડી દરિયાકિનારા પર પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્ય ટુરિઝમ વિભાગે આજે મહત્વનો નિર્ણય લઈ વાવાઝોડાની અસરના લીધે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક 13 જૂન થી 16 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જે 17 જૂનથી પ્રવાસીઓ માટે આ મ્યુઝિયમ ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

17 જૂનથી ફરી પ્રવાસીઓ માટે ચાલુ કરવામાં આવશે

" વાવાઝોડાની ભયંકર સ્થિતિને જોઈને પ્રવાસીઓની સુરક્ષા અને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય ટુરિઝમ વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 13 તારીખથી 16 તારીખ સુધી દાંડી સત્યાગ્રહ સ્મારક પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. 17 જૂનથી પ્રવાસીઓ માટે આ મ્યુઝિયમ ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે." - કાળુભાઈ ડાંગર, સમાજ વૈજ્ઞાનિક ડોક્ટર

તંત્ર દ્વારા સતત મોનિટરિંગ:સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને સમગ્ર ગુજરાતના દરિયાઈ પટ્ટી પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે નવસારી જિલ્લામાંથી પસાર થતા 52 કિલોમીટર લાંબા દરિયા કિનારે પણ 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરીને સ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી છે. વાવાઝોડા સમયે તકેદારીના ભાગરૂપે લોકો જાગૃત થાય તે હેતુથી ગ્રામ્ય વિસ્તારોમાં રીક્ષા ફેરવીને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે.

  1. Cyclone Biparjoy: 130 કિમીની ઝડપે વાવાઝોડું જખૌ બંદરે ત્રાટકશે, રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ થશે: મનોરમા મોહંતી
  2. Cyclone Biparjoy: વાવાઝોડાનો ઘેરાવો 680 કિમીનો, રાજસ્થાન, ઉત્તર ભારત સહિત પાકિસ્તાનમાં આવશે આંધી: અંબાલાલ
  3. Cyclone Biparjoy: વાવાઝોડાના ખતરા વચ્ચે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 15 હજાર ફૂડ પેકેટ તૈયાર કરાયા
  4. Cyclone Biparjoy: ભાવનગર વાવાઝોડાની સીધી અસરથી બહાર, વરસાદને કારણે હજુ 16 તારીખ સુધી એલર્ટ
Last Updated : Jun 14, 2023, 9:53 PM IST

ABOUT THE AUTHOR

...view details