ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાની અસર નવસારીના દરિયા કાંઠે વર્તાવાનું શરુ, બીચ પરથી લોકોને સમજાવી પરત મોકલાયાં

બિપરજોય વાવાઝોડું આવવા પહેલાંની નિશાનીઓ નવસારીના દરિયા કાંઠે જોવા મળી રહી છે. આજે સવારથી ઉભરાટ દરિયાકિનારે 10-15 ફૂટના મોજાં ઉછળતાં જોવા મળ્યાં હતી. દરિયામાં કરંટ એવો હતો કે પાણી ગામની હદ સુધી આવી ગયું હતું.

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાની અસર નવસારીના દરિયા કાંઠે વર્તાવાનું શરુ, બીચ પરથી લોકોને સમજાવી પરત મોકલાયાં
Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાની અસર નવસારીના દરિયા કાંઠે વર્તાવાનું શરુ, બીચ પરથી લોકોને સમજાવી પરત મોકલાયાં

By

Published : Jun 10, 2023, 4:02 PM IST

Updated : Jun 10, 2023, 10:20 PM IST

10-15 ફૂટના મોજાં ઉછળતાં જોવા મળ્યાં

નવસારી: ગુજરાતમાં સંભવિત વાવાઝોડાની આંશિક અસર નવસારીના દરિયા કાંઠે પર જોવા મળી છે ઉભરાટના દરિયા કિનારે આજે વહેલી સવારે 10 થી 15 ફૂટ મોજા ઉછળ્યા હતા અને સાથે દરિયામાં કરંટ પણ જોવા મળ્યો હતો. વાવાઝોડાના દશકના માહોલ વચ્ચે પણ નવસારીના ઐતિહાસિક બીચ દાંડી પર સહેલાણીઓ ઉમટી પડ્યા હતા જેઓને ત્યાંના ફરજ પરના સુરક્ષાકર્મીઓએ પરત મોકલ્યા હતાં.

દરિયા કિનારે ન જવા માટે અપીલ:હવામાન વિભાગની આગાહી ધ્યાને લઈ ગુજરાતના તમામ દરિયા કિનારાઓ પર સંભવિત વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ દરીયા કિનારા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં લોકોને પણ દરિયા કિનારે ન જવા માટે અપીલ કરાય છે.

આજે વહેલી સવારે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો 10 થી 15 ફૂટ મોજા ઉછળ્યા હતા જેને લઈને દરિયાનું પાણી ગામની હદ સુધી પહોંચી ગયું હતું..નીલેશભાઇ(ઉભરાટના ડેપ્યુટી સરપંચ)

સતત મોનિટરિંગ : નવસારી જિલ્લાના બીલીમોરાના માછીવાડ ધોલાઈ સહિતના વિસ્તારોમાં ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તમામ અધિકારીઓને પોતાનું હેડકવાટર ન છોડવા કલેકટર દ્વારા સૂચના અપાઇ છે. આ સાથે જ જે માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા છે તેમને પણ પરત બોલાવવાની કામગીરી કરાઈ રહી છે. નવસારી જિલ્લા નાયબ કલેકટર અને તેમની ટીમ દ્વારા આ અંગે સતત મોનિટરિંગ કરીને સંભવિત વાવાઝોડાની પહેલા તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે.

દરિયાનું પાણી ગામની હદ સુધી : હવામાન વિભાગે 10 થી 12 જૂન સુધી વાવાઝોડાની આગાહી કરી છે જેને લઈને આજે બિપરજોય વાવાઝોડાની આંશિક અસર દાંડી અને ઉભરાટના દરિયા પર વર્તાય છે. આજે સવારે ઉભરાટના દરિયા ખાતે કરંટ સાથે 10 થી 15 ફૂટ મોજા ઉછળતા દરિયાનું પાણી ગામની હદ સુધી પહોંચી ગયું હતું.

લોકોને સમજાવી પાછાં મોકલાયા: વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લઈને નવસારી અધિક કલેક્ટર કેતન જોશી દ્વારા તારીખ 10 થી 12 સુધી નવસારીના બે મહત્વના બીચ દાંડી અને ઉભરાટ બીચ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ આજે વહેલી સવારે વાવાઝોડાના ભય વચ્ચે પણ દાંડીના દરિયા કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે ઉમટી પડ્યા હતાં. જેઓને ફરજ પરના સુરક્ષાકર્મીઓએ સમજાવીને પરત મોકલ્યા હતાં.

  1. Biporjoy Cyclone: બિપરજોય વાવાઝોડું જખૌ બાજું ફંટાઈ શકે, ગુજરાતના તમામ બંદરો પર એલર્ટ
  2. Cyclone Biparjoy : વાવાઝોડાને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર સ્ટેન્ડ ટુ, 27 ગામડાઓને એલર્ટ કરાયા
  3. Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાની ભાવનગરમાં અસર, દરિયામાં 1થી દોઢ મીટર મોજા ઉછળી શકે છે
Last Updated : Jun 10, 2023, 10:20 PM IST

ABOUT THE AUTHOR

...view details