ગુજરાત

gujarat

ETV Bharat / state

30000ની લાંચ લેતા ઝડપાયો નવસારીના ચીખલીનો સીટી સર્વેયર - Etv Bharat Gujarat navsari ACB trap

નવસારીના ચીખલીમાં સિટી સર્વેયર જમીન માપણી સીટ માટે 30000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. CT surveyor of Navsaris taking bribe

એસીબીના છટકામાં નવસારી ના ચીખલીમાં સીટી સર્વેયર 30,000 ની લાંચ લેતા ઝડપાયો
એસીબીના છટકામાં નવસારી ના ચીખલીમાં સીટી સર્વેયર 30,000 ની લાંચ લેતા ઝડપાયો

By

Published : Nov 28, 2022, 4:11 PM IST

Updated : Nov 28, 2022, 4:23 PM IST

નવસારી: હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ પૂરજોશમાં ચાલુ હોય ત્યારે સરકારી બાબુઓ લાંચ લેવામાં કોઈપણ મોકો છોડતા નથી તેવામાં લાંચિયા બાબુઓને પાઠ ભણાવવા માટે જાગૃત નાગરિકો લાંચિયાઓને ઉઘાડા પાડવા માટે મન બનાવી સીધો એસીબી નો સંપર્ક કરીને લાંચિયા અધિકારીને જેલની હવા ખવડાવતા હોય છે. થોડા સમય પહેલા જિલ્લા પુરવઠા અધિકારી પણ લાંચ લેતા ઝડપાયા હતા (CT surveyor of Navsaris taking bribe) અને આજે ચીખલી મામલતદાર કચેરીમાં સીટી સર્વે વિભાગનો સર્વેયર પણ લાંચ લેતા રંગે હાથ ઝડપાતા ફરી એકવાર સરકારી બાબુનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.

ચીખલી મામલતદાર કચેરીમાં સીટી સર્વેવિભાગનો સર્વેયર વીલીસ પટેલ લાંચ લેતા રંગે હાથ જડપાતા વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાયો છે ચીખલી તાલુકાના રાનવેરી ખુદ ગામની જમીનની માપણી સીટ માટે 35 હજાર રૂપિયા સર્વેયરે માંગ્યા હતા જેમાં ફરિયાદીએ પૈસા આપવા ન હતા જેથી એસીબી અધિકારીને આ અંગે જાણ કરવામાં આવતા છટકું ગોઠવવામાં આવ્યું હતું ફરિયાદી સાથે સર્વેયરની રકજક બાદ ૩૦ હજારની રકમ નક્કી થતાં આજે સર્વેયર વિલિશ પટેલ 30,000 ની લાંચ લેવા જતા એસીબીના છટકામાં ભેરવાયો હતો પોલીસે આરોપી વિલેશ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Nov 28, 2022, 4:23 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details