- રસીની અછત સામે જિલ્લાનો ટાર્ગેટ અડધો કરી દેવામાં આવ્યો
- વેક્સિન લેવા ભેગી થતી ભીડને કારણે સોશિયલ ડિસન્સના ધજાગરા
- સરકારમાંથી જ વેક્સિનના ઓછા ડોઝ આવતા હોવાની આરોગ્ય વિભાગની લાચારી
નવસારીઃ જિલ્લામાં 1 જૂનથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે શરૂ કરાયેલું કોરોના (Corona) રસીકરણ મહાઅભિયાન એક મહિનો પૂરો થતાં જ અટવાઈ પડ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસોથી વેક્સિનની અછતને કારણે રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ જોવા મળી હતી, ત્યારે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. આરોગ્ય વિભાગ પણ અવ્યવસ્થા સર્જાતા લોકોને સમજાવવા માટે લાચાર થઇ બન્યા છે. જ્યારે લાઇનમાં ભારહેવા છતા લોકોને રસીન મળતા આરોગ્ય વિભાગ સાથે સરકાર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃપ્રધાન મંડળના વિસ્તરણની કોઇ વાત જ નથી: મુખ્યપ્રધાન રૂપાણી
100 કેન્દ્રોમાંથી ફક્ત 45 કેન્દ્રો પર રસી આપવામાં આવી
કોરોનાને નાથવા માટે ભારત સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવાનું 1 જૂનથી શરૂ થયું હતું. શરૂઆતમાં સરકારે ઉત્સાહ દેખાડ્યો અને નવસારી જિલ્લામાં રોજના 9000 ના ટાર્ગેટ સામે 15 હજાર સુધી વેક્સિન આપવામાં આવતી હતી પરંતુ કોરોના રસીની અછત ઉભી થતા, હવે જિલ્લામાં 50 ટકાનો ટાર્ગેટ કરી પૂર્ણ કરવામાં આવ્યો છે. જ્યારે નવસારીને રોજના એડજસ્ટ કરીને રસી પહોંચાડવામાં આવી રહી છે. ગુરુવારના રોજ પણ નવસારીના 100 કેન્દ્રોમાંથી ફક્ત 45 કેન્દ્રો પર રસી આપવામાં આવી હતી પરંતુ રસીકરણ કેન્દ્ર પર 100 લાભાર્થીની સામે 300 થી વધુ લોકો લાઇન લગાવે અથવા ક્યાંક ભીડ થઇ જતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા. જ્યારે ઘણા લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. રસીકરણ કેન્દ્રો(Vaccination) પર ભેગી થયેલી ભીડને કંટ્રોલ કરવામાં સુરક્ષાકર્મીઓને પણ પરસેવો પાડવો પડ્યો હતો. જ્યારે રસી ન મળતા ત્રણ દિવસોથી લાઈનમાં ઊભા રહેતા મોટાભાગના લોકોએ આરોગ્ય વિભાગ સાથે સરકાર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો.