નવસારી : લોકડાઉન 4 માં ભારત સરકારે આપેલી છૂટછાટમાં ઘણા લોકો અન્ય જિલ્લાઓમાંથી તેમજ રાજ્યોમાંથી નવસારીમાં આવ્યા છે. જેમાં દેશમાં જ્યાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. એવા મહારાષ્ટ્રના હોટ સ્પોટ મુંબઈથી આવેલા 6 લોકોના કોરોના પોઝિટિવ આવતા નવસારીના લોકો સતર્ક થયા છે. દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈમાં રહેતા અને મૂળ નવસારીના જલાલપોર તાલુકાના ખરસાડ ગામમાં ત્રણ પરિવારોના 16 સભ્યો શનિવારે ટેમ્પો ટ્રાવેલર્સ કરી પોતાના ઘરે આવ્યા હતા. પરંતુ ગ્રામજનોએ કોરોના ડરને કારણે તમને ગામમાં પ્રવેશતા જ અટકાવ્યા હતા. ખરસાડ આવેલા પરિવારોમાં મહિલાઓ તેમજ નાના બાળકો પણ હતા અને એક વ્યક્તિ મુંબઈના કોરોન્ટાઇન વિસ્તારમાંથી આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ.
મહારાષ્ટ્રથી ખોટી પરવાનગી સાથે આવેલા ખરસાડના ત્રણ પરિવારો સામે ગુનો - corona
કોરોનાની મહામારીમાં સરકારે લોકડાઉન 4 માં આપેલી છૂટછાટમાં નવસારીના ખરસાડ ગામે ત્રણ પરિવારો ઓરંગાબાદ કલેકટર પાસેથી ખોટી પરવાનગી લઇ આવ્યા હતા. જે ધ્યાને આવતા જલાલપોર પોલીસે ત્રણેય પરિવારોના 16 સભ્યો સામે ગુનો નોંધી, તેમને ઇટાળવા સ્થિત કુમાર છાત્રાલયમાં કોરોન્ટાઇન કર્યા છે.
નવસારીના ખરસાડ ગામે ત્રણ પરિવારો
જેથી ગ્રામીણોએ ભેગા થઈ એમનો વિરોધ કર્યો હતો. દોઢેક કલાકની રકઝક બાદ જલાલપોર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ખરસાડ આવેલા લોકો પાસેની પરવાનગીની તપાસ કરતા તેમની પાસે ઔરંગાબાદથી નવસારી, મજુરોને લાવવાની ખોટી પરવાનગી હોવાનું જણાયું હતુ. જેથી જલાલપોર પોલીસે નેશનલ ડીઝાસ્ટર એક્ટ હેઠળ મુખ્ય ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. સાથે જ તેમને ખરસાડ તેમના ઘરે નહી, પણ નવસારીના ઇટાળવા ગામના કુમાર છાત્રાલયમાં કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.