નવસારી: નવસારીના ખેરગામમાં આવો જ એક શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ત્રણ પિતરાઈ ભાઈઓએ 12 વર્ષીય બહેનની સાથે સામુહિક દુષ્કર્મ આચરી તેને ત્રણ મહિનાની ગર્ભવતી બનાવી દેતા ચકચાર મચી છે. સમગ્ર મામલે પીડિતાના પરિવારજનોએ ખેરગામ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ત્રણેય સગીરોને અટકમાં લઈ બાળ સુધાર ગૃહમાં મોકલી આપ્યા હતા.
સંબંધો લજવાયા: ખેરગામમાં ત્રણ પિતરાઈ ભાઈઓએ બહેન સાથે આચર્યુ સામુહિક દુષ્કર્મ - Khergam
નવસારીના ખેરગામમાં ભાઈ બહેનના સંબંધને લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ સગા ભાઈઓએ ચાર મહિના પુર્વે પોતાની 12 વર્ષીય પિતરાઈ બહેન સાથે સામુહિક દુષ્કર્મ આર્ચયુ હતું.
હોસ્પિટલમાં બાળાને ત્રણ માસનો ગર્ભ હોવાનું ધ્યાને આવતા, તેના માતા પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પીડિતાની માતાએ તેને પ્રેમથી સમજાવી પૂછપરછ કરતા તેની સાથે સગા પિતરાઈ ભાઈઓએ દુષ્કર્મ કર્યું હોવાનું જણાવતા જ પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. જોકે સમગ્ર મુદ્દે પીડિતાના પરિવારે હિંમત ભેગી કરી, પોતાના જ ત્રણ ભત્રીજાઓ સામે ખેરગામ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પોસ્કો અને દુષ્કર્મની કલમો સાથે ગુનો નોંધી ત્રણેય સગીરોને જુવેનાઇલ જસ્ટીસ એકટ હેઠળ અટકમાં લઇ પુછપરછ કરી હતા. ત્યાર બાદ નવસારીના બાળ સુધાર ગૃહમાં મોકલી આપ્યા હતા.