નવસારી : નવસારી જિલ્લામાં નોંધાયેલા કોરોનાના તમામ દર્દીઓએ કોરોનાને હરાવતા નવસારી ગ્રીન ઝોન તરફ આગળ વધી રહ્યો હતો. પરંતુ મંગળવારે જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામના યુવાન અને વાંસદા તાલુકાના વાંદરવેલાના દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા નવસારી ફરી કોરોનાગ્રસ્ત બન્યું છે. જો કે, કોરોના સાથે જીવતા શીખવાની વાત સાથે સરકારે લોકડાઉન 4 માં ઘણી છૂટો આપી છે. જેમાં ઉદ્યોગો બાદ બજારોમાં દુકાનો ખુલતા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. પણ ઓડ ઇવન નંબર પ્રમાણે દુકાનો ખોલવાનો વિરોધ નોંધાવ્યો હતો.
ગ્રીન ઝોન તરફ આગળ વધતા નવસારીને લાગી બ્રેક, નવા ત્રણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા
નવસારી જિલ્લામાં નોંધાયેલા કોરોનાના તમામ દર્દીઓએ કોરોનાને હરાવતા નવસારી ગ્રીન ઝોન તરફ આગળ વધી રહ્યો હતો. પરંતુ મંગળવારે જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામના યુવાન અને વાંસદા તાલુકાના વાંદરવેલાના દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા નવસારી ફરી કોરોનાગ્રસ્ત બન્યો છે.
જો કે, મોડે મોડે જિલ્લા અધિક કલેક્ટર દ્વારા પાડવામાં આવેલા જાહેરનામામાં ઓડ ઇવન સિસ્ટમ કાઢી નાખવામાં આવતા વેપારીઓ હરખાયા છે. જિલ્લામાં વસતા પરપ્રાંતિયો મજૂરોને તેમના ઘરે પહોંચાડવા દોડાવાયેલી વિશેષ ટ્રેનોમાં નવસારી જિલ્લામાંથી અંદાજે 12 હજારથી વધુ શ્રમિકોને 8 વિશેષ ટ્રેનો મારફતે તેમના માદરે વતન મોકલવામાં આવ્યા છે. આ સાથે જ જિલ્લામાં એસટી બસો પણ શરૂ થઈ છે. જેમાં ડેપોથી ડેપો સુધી બસો દોડશે, જેમાં હાલ 10 શિડયુલ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં નવસારીથી બીલીમોરા, ગણદેવી, ચીખલી અને વાંસદા ડેપો સુધી બસો દોડશે અને બસમાં 30 મુસાફરોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી નવસારીમાં અટકી પડેલી જિંદગી ફરી દોડતી થશે અને અર્થતંત્રની ગાડી પણ પાટે આવશે એવી આશા સેવાઈ રહી છે.