નવસારી: કોરોના કાળના લોકડાઉન દરમિયાન નવસારી શહેરમાં જાહેરનામાં ભંગ સિવાય અન્ય ગુનાઓ નોંધાયા નહોત, પરંતુ અનલોક ખુલતાની સાથે જ ચોરી, દારૂની હેરાફેરી જેવા ગુનાઓ પણ નોંધાવા માંડ્યા છે. જેમાં ગત 10 દિવસ અગાઉ શહેરના છાપરા રોડ પર આવેલી તુલસીવન સોસાયટીના એક મકાનમાંથી 2 સોનાના કંગન ચોરાયાં હતા. જે ચોરાયેલા બન્ને કંગન વેચવા માટે એક દંપતી અને સગીર ફરી રહ્યા હોવાની બાતમી નવસારી LCB પોલીસને મળી હતી.
નવસારીના તુલસીવનમાંથી 90 હજારના સોનાના કંગન ચોરનારા દંપતીની ધરપકડ
નવસારી શહેરમાં કોરોના કાળમાં અટકેલા ગુનાઓ હવે ફરી શરૂ થયા છે. જેમાં થોડા દિવસ અગાઉ છાપરા રોડ પર તુલસીવન સોસાયટીના એક મકાનમાંથી 90 હજારના સોનાના કંગન ચોરી કરી જનારા દંપતી સહિત એક સગીરને નવસારી LCB પોલીસે બાતમીને આધારે ધરપકડ કરી હતી.
બાતમીના આધારે LBCજેને આધારે પોલીસે શહેરના અલીફનગરની પાછળના રસ્તા પરથી ત્રણેયને ઝડપી પડ્યા હતા. પોલીસની તપાસમાં શહેરના તીઘરા સ્થિત નવી વસાહત ખાતે રહેતા સલીમ અબ્દુલ શેખ અને રૂકસાર ઉર્ફે રવિના સલીમ શેખ તેમજ સગીર પાસેથી 90 હાજર રૂપિયાના બે સોનાના કંગન મળી આવ્યા હતા. જેના કોઈ પુરાવા કે વ્યવસ્થિત જવાબ આપી ન શકતા, પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી.
પોલીસની કડક પૂછપરછમાં તેમણે તુલસીવનમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે દંપતીની ધરપકડ કરી હતી, જયારે સગીરને તેના સંબંધીને સોંપ્યો હતો. આ સાથે જ આગળની તપાસ માટે દંપતીને નવસારી ટાઉન પોલીસને સોંપ્યું હતું.