- કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચેલા ગ્રામજનોએ કલેક્ટરને નીચે બોલાવવાની જીદ પકડી
- કલેક્ટર આવેદન સ્વીકારવા ન આવતા ગ્રામજનોનો હોબાળો, પોલીસે કર્યા ડિટેન
- તવડીના સરપંચે ગામનું 65 વીઘા તળાવ નિયમ વિરૂદ્ધ ખોદી આચાર્યો કરોડોનો ભ્રષ્ટાચાર
- કરોડો રૂપિયાનું તળાવ ખોદાયા બાદ પણ ગ્રામ પંચાયતમાં રૂપિયો જમા નહીં કર્યાના આક્ષેપો તવડી ગામના તળાવ ખોદવામાં સરપંચનો ભ્રષ્ટાચાર, ગ્રામજનોનું ઉગ્ર આંદોલન
નવસારી: જલાલપોર તાલુકાના તવડી ગામમાં આવેલી 64 વીઘા જમીનમાં 18 ફૂટ તળાવ ખોદવાનો પરવાનગી મળી હતી. પરંતુ સરપંચે તળાવને ગેરકાયદેસર રીતે 35 ફૂટ ખોદી કાઢ્યું હતું. જેને કારણે ગ્રામજનોએ સરપંચ અને તલાટી પાસે ગ્રામ પંચાયતમાં ભરવાના થતા રૂપિયા ભરવાની માગણી કરી હતી. પરંતુ સંતોષકારક જવાબ ન મળતા તંત્રમાં 9 મહિનાઓથી રજૂઆતો કરી હતી, પણ તંત્રમાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનો રોષે ભરાયા હતા. જેમાં આજે ફરી કલેક્ટરને રજૂઆત કરવા પહોંચતા વિવાદ વકર્યો હતો.
તળાવ મુદ્દે અગાઉ પણ થઈ હતી તકરાર
તવડી ગામે તળાવ મુદ્દે છ માસ અગાઉ પણ તકરારથઇ હતી. ગામના યુવાનોએ સરપંચ પાસેથી ભડોળનો હિસાબ માંગતા સરપંચ કેતન પટેલ અને યુવાનો વચ્ચે તકરાર થઈ હતી. એ સમયે કરોડો રૂપિયાનો પણ તે વખતે હિસાબ ન મળતા ગુરૂવારે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.