ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી કોરોના મુક્ત: એક માત્ર દર્દી પણ સાજો થતાં તંત્રએ લીધાં રાહતના શ્વાસ - કોરોના વાયરસ ન્યૂઝ

કોરોનાની વૈશ્વિક મહામારીમાં નવસારી જિલ્લો પણ સપડાયો હતો, જેમાં એક પછી એક કુલ 8 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા, તેમને કોવીડ 19 હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં સારવાર બાદ તમામ કોરોના યોદ્ધાઓએ કોરોના વાઈરસને હરાવીને તેમને રજા આપવામાં આવી છે, જેમાં શનિવારે અંતિમ કોરોનાના દર્દીએ કોરોનાને માત આપતા, હોસ્પિટલના ડોકટરો તેમજ સ્ટાફે તાળીઓ સાથે વધાવી વિદાઈ આપી હતી.

Corona's last patient discharged in Navsari
નવસારી કોરોના મુક્ત

By

Published : May 16, 2020, 6:02 PM IST

નવસારી: ગુજરાત આખાને કોરોનાએ પોતાની ઝપેટમાં લીધું છે. જેમાં બીજા લોકડાઉનના અંતિમ ભાગમાં નવસારી જિલ્લામાં પણ 21 એપ્રિલના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ એક પછી એક 8 લોકો કોરોના સંક્રમિત થયા હતા, જેમાં ત્રણ મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થયો હતો. જોકે તમામ કોરોના પોઝિટિવ દર્દીઓના બીજો અને ત્રીજો રીપોર્ટ નેગેટીવ આવતા તેમને રજા આપવામાં આવી હતી.

કોરોનાના અંતિમ યોદ્ધાએ કોરોનાને હરાવ્યો, અપાઇ રજા

નવસારીના જલાલપોર તાલુકાના કડોલી ગામના વાતા ફળિયાના 34 વર્ષીય હરદીપ કપલેટીયા જે સુરત એસએમસીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે, જે કોરોના પોઝિટિવ આવતા નવસારીની કોવીડ 19 સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં નિયમાનુસાર હરદીપનો બીજો અને ત્રીજો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા આજે શનિવારે તેને રજા આપવામાં આવી છે. હરદીપને રજા આપતા સમયે હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફે તાળીઓ પાડી વધાવ્યા હતા. જયારે હરદીપે પણ ડોકટર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

અંતિમ કોરોના દર્દી હરદીપને રજા આપતા, નવસારીના તમામ આઠેય કોરોના દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, જેથી નવસારી જિલ્લો કોરોના મુક્ત બન્યો છે. જયારે હાલ ઓરેન્જ ઝોનમાં રહેલા નવસારી જિલ્લાને ગ્રીન ઝોનમાં આવવાની શક્યતા વધી છે.

ABOUT THE AUTHOR

...view details