- નવસારીમાં કોરોના વેક્સિનનું આગમન
- જિલ્લા વિકાસ અધિકારીએ નારિયેળ વધેરીને કર્યા વધામણાં
- 16 મી જાન્યુઆરીથી જિલ્લામાં થશે કોરોના રસિકરણનો પ્રારંભ
નવસારીઃ ચીનથી ફેલાયેલા કોરોના વાઈરસે જીવનને ઠંભાવી દીધું હતું. પરંતુ ભારતે મક્કમતાથી કોરોના સામેની લડાઈ આરંભી હતી અને વિશ્વની સાથે સાથે કોરોનાને પછાડવા વેક્સિન બનાવવાની તૈયારી પણ આરંભી હતી. જેમાં ભારતને 11 મહિનામાં જ સફળતા મળી છે.
જિલ્લા વેક્સિન સેન્ટર પર વેક્સિન આવી પહોંચી
પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિર્મિત કોવિશિલ્ડ વેક્સિનને ભારત સરકારે મંજૂરી આપ્યા બાદ મંગળવારે પ્રથમ તબક્કામાં વેક્સિનના ડોઝ ગુજરાત પહોંચ્યા હતા, જયાંથી બુધવારે સવારે સુરત રિજનલ સેન્ટર અને ત્યાંથી સાંજે નવસારી જિલ્લા વેક્સિન સેન્ટર પર વેક્સિન આવી પહોંચી છે. જ્યા 2 થી 8 ડીગ્રી ટેમ્પરેચરમાં વેક્સિનને રાખવામાં આવી છે.