ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં કોરોના રિકવરી રેટમાં વધારો, બે દિવસથી કોરોનાને મ્હાત આપતા દર્દીઓની સંખ્યામાં વધારો

નવસારી જિલ્લામાં કોરોનાના કેસ કરતા કોરોના દર્દીઓ સ્વસ્થ થવાનો આંકડો વધુ છે. જિલ્લામાં વધુ 122 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તો ચીખલીમાં વધુ એક કોરોના દર્દીનું મોત નોંધાયુ છે.

નવસારીમાં કોરોના રિકવરી રેટમાં વધારો
નવસારીમાં કોરોના રિકવરી રેટમાં વધારો

By

Published : May 13, 2021, 12:24 PM IST

  • નવસારીમાં વધુ 122 લોકો થયા કરોના સંક્રમિત
  • જિલ્લામાં 153 દર્દીઓ કોરોનાને હરાવતા અપાઈ રજા
  • આરોગ્ય વિભાગના ચોપડે વધુ એક મોત નોંધાયું

નવસારી: જિલ્લામાં જ્યાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જેમાં બુધવારે સતત બીજા દિવસે કોરોના પોઝિટિવ કેસ કરતાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા વધુ છે. જેમાં આજે બુધવારે 153 લોકોએ કોરોનાને માત આપતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે આજે વધુ 122 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના ચોપડે વધુ એક કોરોના દર્દીનુ મોત નોંધાયું હતું.

નવસારીમાં કોરોના રિકવરી રેટમાં વધારો

આ પણ વાંચોઃ નવસારી માટે સારા સમાચાર : કોરોના પોઝિટીવ કરતા કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા વધી

જિલ્લામાં 1,206 કોરોના દર્દીઓ સારવાર હેઠળ

નવસારી જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોનાએ રોકેટ ગતિ પકડતાં એક મહિનામાં જ બે હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. પરંતુ મે મહિનાની મધ્યમાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં સતત બીજા દિવસે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ કરતા કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. જિલ્લામાં આજે બુધવારે 153 દર્દીઓએ કોરોનાને હરાવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે નવસારીમાં આજે બુધવારે વધુ 122 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1 હજાર 206 થઈ છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે ચીખલી તાલુકાના 55 વર્ષીય આધેડનું કોરોનાના કારણે મોત નોંધાયું હતુ.

આ પણ વાંચોઃ દેશમાં કોરોનાની સુનામી: ગુજરાતમાં 25 દિવસમાં 18.05 ટકા રિકવરી રેટ ઘટ્યો

વસારીમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 55 ને પાર

નવસારી જિલ્લામાં દિવસે દિવસે કરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં એપ્રિલ અને મે મહિનામાં વધેલા કેસોને કારણે કોરોના પોઝિટિવ કેસનો આંકડો 5 હજાર 500ને પાર પહોંચ્યો છે. નવસારીમાં અત્યાર સુધીમાં 5 હજાર 555 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેની સામે કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા 4 હજાર 213 પર પહોંચી છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 136 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details