- નવસારીમાં આજે 135 દર્દીઓ કોરોનાથી સાજા થયા
- નવસારીમાં કોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા 543 થઈ
- આજે નવા 70 લોકો થયા કોરોના સંક્રમિત
નવસારીઃ નવસારી જિલ્લામાં દિવસે દિવસે કોરોનાના રિકવરી રેટમાં વધારો થઈ રહ્યો છે. જ્યાં પોઝિટિવ કેસમાં વધારો થતો હતો, ત્યાં હવે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. નવસારીમાં આજે 135 દર્દીઓ કોરોનાથી સાજા થતા જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 543 થઈ છે. જ્યારે આજે આરોગ્ય વિભાગના ચોપડે વધુ 2 દર્દીઓના મોત નોંધાયા છે.
આ પણ વાંચોઃ નવસારીમાં આજે 145 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા
નવસારીમાં કોરોનાથી 5,920 દર્દીઓ સાજા થયા
નવસારી જિલ્લામાં છેલ્લા 13 મહિનાથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં કોરોના કેસમાં ધરખમ વધારો થયો હતો. જેને કારણે જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલો પણ હાઉસફૂલ થઇ હતી પરંતુ 27 એપ્રિલ બાદ જિલ્લામાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. જે મે મહિનામાં કોરોના પોઝિટિવ કેસ કરતા રિકવર કેસ ડબલ થયા છે. આજે 135 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જેની સાથે જ જિલ્લામાં એક્ટીવ કોરોના કેસની સંખ્યા 543 થઈ છે. જ્યારે આજે નવસારીમાં નવા 70 લોકો કોરોના સંક્રમિત થયા છે. બીજી તરફ આજે ખેરગામ તાલુકાના 75 વર્ષીય વૃદ્ધ અને નવસારીના 58 વર્ષીય આધેડનું કોરોનાથી મોત થયું હતુ.
આ પણ વાંચોઃરાજકોટ જિલ્લા કલેક્ટરે રાહુલ ગુપ્તા સહિતના સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજી
નવસારીમાં કુલ 6,633 લોકો કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
નવસારી જિલ્લામાં દિવસે દિવસે વધેલા કોરોના કેસના કારણે અત્યાર સુધીમાં કુલ 6, 633 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સામે કુલ 5,920 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે અત્યાર સુધીમાં કુલ 170 દર્દીઓએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે.