નવસારી : ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાથી સુરક્ષિત રહેલા નવસારી જિલ્લામાં લોકડાઉનના 28માં દિવસે કોરોનાએ પગપેસારો કર્યો છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના હાંસાપોર ગામના 42 વર્ષીય દિનેશ બાબુ નામના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
નવસારીમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું રાજ્યમાં ગ્રીન ઝોનમાં રહેલા નવસારી જિલ્લામાં સતર્કતાઓ વચ્ચે જલાલપોર તાલુકાના હાંસાપોર ગામેના સધ્યા ફળીયાના દિનેશ બાબુને કોરોનાના લક્ષણો જણાતા નવસારી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો. જેનો કોરોના રિપોર્ટ મંગળવારે સવારે પોઝિટિવ આવ્યો હતો. 42 વર્ષીય દિનેશ સૌરાષ્ટ્રના ઓખા ખાતે ખલાસી તરીકે કામ કરતો હતો, જે લોક ડાઉન જાહેર થયાના ત્રીજા દિવસે એટલે ગત 27 માર્ચના રોજ ઓખાથી બસમાં નવસારી આવ્યો હતો. જેની આરોગ્ય તપાસ કરવામાં આવ્યા બાદ હોમ કોરોન્ટાઇન પણ કરવામાં આવ્યો હતો. જોકે દિનેશનો રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
નવસારીમાં કોરોના: જલાલપોરના યુવાનનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ નવસારીમાં કોરોના: જલાલપોરના યુવાનનો રિપોર્ટ આવ્યો પોઝિટીવનવસારીમાં કોરોના: જલાલપોરના યુવાનનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ આરોગ્ય વિભાગ દ્વારા હાંસાપોરના દિનેશ બાબુનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેની સાથે સંપર્કમાં આવેલા લોકોને શોધીને હોમ કોરોન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જ હાંસાપોરના દિનેશના ઘર નજીકના વિસ્તારને ક્લસ્ટર કોરોન્ટાઇન કરવાની પણ તૈયારી કરવામાં આવી છે.