ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી કોરોના અપડેટ: દોઢ મહિના બાદ કોરોનાના કેસમાં ઘટાડો - નવસારી કોરોના અપડેટ

નવસારી જિલ્લામાં દોઢ મહિના બાદ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જિલ્લામાં આજે નવા 58 લોકો કોરોના સંક્રમિત થયા હતા. જેની સાથે એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1,027 થઈ છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે ગણદેવીના 70 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત થયું હતું.

કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પાંચ હજારને પાર
કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પાંચ હજારને પાર

By

Published : May 20, 2021, 8:53 AM IST

  • નવસારીમાં 19 મેના રોજ નવા 58 લોકો થયા કોરોના સંક્રમિત
  • જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા પણ ઘટી
  • આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ એક મોત નોંધાયું
  • કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પાંચ હજારને પાર

નવસારી:એપ્રિલ મહિનામાં નવસારી જિલ્લામાં કોરોનાએ કહેર વર્તાવ્યો હતો અને જિલ્લામાં 2 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા પરંતુ મે મહિનો નવસારીજનો માટે થોડો સારો રહ્યો છે. કારણ કે ધીરે-ધીરે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

નવસારીમાં 19 મેના રોજ નવા 58 લોકો થયા કોરોના સંક્રમિત

આ પણ વાંચો: નવસારી સિવિલના દર્દીઓ માટે RSSના યુવાનો બન્યા દેવદૂત

70 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મૃત્યુ

દોઢ મહિના બાદ આજે નવસારી જિલ્લામાં કોરોનાથી 58 લોકો સંક્રમિત થયા હતા. જેની સામે 146 કોરોના દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી છે. જ્યારે જિલ્લામાં 1,027 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગના ચોપડે આજે ગણદેવીના કલવાચ ગામના 70 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મૃત્યુ નોંધાયું છે.

નવસારીમાં 19 મેના રોજ નવા 58 લોકો થયા કોરોના સંક્રમિત

આ પણ વાંચો: કોરોનાના પ્રારંભિક લક્ષણોને જ અટકાવવા બીલીમોરાના શાહ પરિવારનો આયુર્વેદિક નુસખો

જિલ્લામાં કોરોનાથી કુલ 152 દર્દીઓના મોત થયા

દિવસે-દિવસે વધતા કોરોના કેસોમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. એક વર્ષમાં માર્ચ 2021ના અંત સુધીમાં કોરોનાના 1,711 કેસ નોંધાયા હતા, પરંતુ એપ્રિલ મહિનામાં કોરોનાએ ગતિ પકડ્યા બાદ આજ દિન સુધીમાં જિલ્લામાં કુલ 6,182 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા પણ દિવસે-દિવસે વધી રહી છે અને જિલ્લામાં કુલ 5,003 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે જિલ્લામાં કુલ 152 દર્દીઓના મોત આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details