- જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 811 થઈ
- આજે 79 દર્દીઓએ કોરોનાને હરાવતા રજા અપાવામાં આવી
- આરોગ્ય વિભાગના ચોપડે આજે એક પણ મૃત્યુ નહીં
નવસારી : જિલ્લામાં બેકાબૂ બનેલા કોરોનાના કેસો સતત ચાર દિવસોથી 100ને પાર જઈ રહ્યા છે. જેમાં રવિવારે નવસારીમાં 115 લોકો કોરોના સંક્રમિત થતાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 811 પહોંચી છે. જોકે રવિવારે 79 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી
જિલ્લામાં કુલ 2230 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
નવસારી જિલ્લામાં દિવસે દિવસે વિકરાળ બનતો કોરોના હવે થોભવાને બદલે ગતિ પકડી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 100ને પાર પહોંચી છે, રવિવારે નવસારીમાં કોરોનાના 115 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેની સાથે જ જિલ્લામાં કુલ 811 એક્ટિવ કોરોનાના દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. બીજી તરફ જિલ્લામાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.રવિવારે નવસારીમાં 79 દર્દીઓએ કોરોનાને હરાવતા, તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે એક પણ મૃત્યુ નોંધાયું નથી.