ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona case in Navsari: નવસારીના દાંડી અને ઉભરાટ દરિયા કિનારા લોકો માટે બંધ, સ્થાનિક રોજગારીને અસર - Navsari Administration

નવસારી જિલ્લામાં જાન્યુઆરીના પ્રારંભથી કોરોનાના કેસો (Corona case in Navsari )સતત વધી રહ્યા છે. જેથી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયુ છે અને કોરોનાનાં સંક્રમણને વધુ ફેલાતુ અટકાવવા જિલ્લાના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારા (Navsari Dandi Beach)અને સુરતીઓના ફેવરીટ ઉભરાટ દરિયા કિનારાને (Navsari Ubharat Beach)બીજી સુચના ન મળે, ત્યાં સુધી સહેલાણીઓ માટે બંધ કરી દેવાનો આદેશ કર્યો છે. પરંતુ બંને દરિયા કિનારા બંધ થતા લોકોની રોજગારી પણ બંધ થતા યોગ્ય ગાઇડ લાઇન સાથે દરિયા કિનારા ખોલવાની માંગ ઉઠવા પામી છે.

Corona case in Navsari: નવસારીના દાંડી અને ઉભરાટ દરિયા કિનારા લોકો માટે બંધ, સ્થાનિક રોજગારીને અસર
Corona case in Navsari: નવસારીના દાંડી અને ઉભરાટ દરિયા કિનારા લોકો માટે બંધ, સ્થાનિક રોજગારીને અસર

By

Published : Jan 18, 2022, 8:00 PM IST

નવસારીઃ જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને (Corona case in Navsari )જોતા જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના દાંડી અને ઉભરાટ દરિયા(Navsari Ubharat Beach) કિનારાઓને સહેલાણીઓ માટે અનિશ્ચિત સમય માટે બંધ(Navsari Dandi Beach) કરવા જાહેરનામુ બહાર પાડ્યુ છે. પરંતુ બંને દરિયા કિનારા બંધ થતા લોકોની રોજગારી પણ બંધ થતા યોગ્ય ગાઇડ લાઇન સાથે દરિયા કિનારા ખોલવાની માંગ ઉઠવા પામી છે.

ઉભરાટ દરિયા કિનારો બંધ થતા 300 પરિવારોની રોજગારીને અસર

નવસારી જિલ્લામાં જાન્યુઆરીના પ્રારંભથી કોરોનાના (Corona case in Navsari )કેસો સતત વધી રહ્યા છે. જેમાં પ્રથમ અઠવાડિયામાં 200 થી વધુ કેસ નોંધાયા બાદ બીજા અઠવાડિયામાં કોરોના રોકેટ ગતિએ 5 ગણો વધ્યો છે. જેથી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયુ છે અનેકોરોનાનાં સંક્રમણને વધુ ફેલાતુ અટકાવવા જિલ્લાના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારા અને સુરતીઓના ફેવરીટ ઉભરાટ દરિયા કિનારાને બીજી સુચના ન મળે, ત્યાં સુધી સહેલાણીઓ માટે બંધ(Navsari Dandi and Ubharat beaches close ) કરી દેવાનો આદેશ કર્યો છે. દાંડી અને ઉભરાટ દરિયા કિનારા બંધ થતા જ દરિયા કિનારે નાસ્તા, કોલ્ડ ડ્રીન્કસ વેચી પેટીયુ રળતા લોકોના રોજગાર પણ બંધ થયા છે. જેમાં સૌથી મોટી અસર ઉભરાટ દરિયા કિનારાના સ્થાનિકોને પડી છે.

દરિયા કિનારા લોકો માટે બંધ

દરિયા કિનારો બંધ થતા મોટુ આર્થિક નુકશાન વેઠવું પડશે

ઉભરાટ ગામના 250 પરિવારો તેમજ બાજુના ગામના 50 પરિવારોને દરિયા કિનારો બંધ થતા મોટુ આર્થિક નુકશાન વેઠવું પડશે. જેને લઇને ગામના જલાલપોર તાલુકા પંચાયતના સભ્ય નિલેશ પટેલે બે વર્ષથી બંધ પડેલા દરિયા કિનારા શરૂ થયાને ત્રણ મહિના જ વીત્યા છે અને ફરી દરિયા કિનારાને બંધ કરાતા સ્થાનિક પરિવારોની રોજગારી છીનવાઈ છે, જેથી યોગ્ય ગાઇડ લાઇન જાહેર કરી, દરિયા કિનારાને સહેલાણીઓ માટે ખોલવામાં આવે એવી વિનંતી કરી છે.
આ પણ વાંચોઃDigital Justice Clock: ગુજરાત હાઈકોર્ટ દેશભરમાં પ્રથમ ડીજીટલ જસ્ટિસ ક્લોક કાર્યરત

દાંડીમાં દરિયા કિનારા સાથે મીઠાના સત્યાગ્રહ સ્મારકને બંધ કરવાની માંગ

ઐતિહાસિક દાંડીમાં પણ સ્થાનિકોની રોજગારી છીનવાતા ગ્રામીણોમાં રોષ જોવા મળ્યો હતો. દાંડીમાં આવેલા રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકને બંધ કરવામાં આવ્યુ નથી. પરંતુ ગામનો દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી દરિયા કિનારા સાથે સત્યાગ્રહ સ્મારકને પણ બંધ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચોઃUP Assembly Election 2022: સુપ્રીમ કોર્ટ સમાજવાદી પક્ષના ઉમેદવારની નોંધણી રદ કરવાની અરજી પર સુનાવણી માટે સંમત

ABOUT THE AUTHOR

...view details